આગામી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે રાજકોટ શહેરમાં પ્રકૃતિના સાનિધ્યમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમની નિઃશુલ્ક શિબિરો યોજાઈ

0

ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૨૧મી જૂનના રોજ ૯માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની તૈયારી નિમિત્તે રાજ્યભરમાં દર શનિવાર અને રવિવારે નિઃશુલ્ક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં પ્રકૃતિના સાનિધ્યમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમની બે શિબિરો યોજાઈ હતી. ગત તા. ૬ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં નાણાવટી ચોક નજીક શિવ પાર્ક(ઇ.સ્.ઝ્ર. ગાર્ડન) ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી અને યોગ ટ્રેનરશ્રી સાજલબેન વેકરીયાએ સાધકોને યોગાસનના ફાયદા જણાવી તેની તાલીમ આપી હતી. વધુમાં, ગત તા. ૭ના રોજ રાજકોટમાં ન્યારી ડેમ ખાતે શાંત વાતાવરણમાં કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં લગભગ ૧૦૦ જેટલા સાધકોએ યોગાસન ઉપરાંત સૂર્ય નમસ્કારનો પણ લાભ લીધો હતો. આ શિબિર સ્થળ ખાતે સાધકોને આવવા-જવા માટે જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજાએ બસની વ્યવસ્થા કરાવી હતી. યોગ કોચઓ ગીતાબેન સોજીત્રા, રૂપલબેન છગ, પ્રિનાબેન આરદેસણા, પારૂલબેન દેસાઈએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!