જૂનાગઢમાં જવાહર રોડ ખાતે આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આમ્ર ઉત્સવની ભાવભેર ઉજવણી

0

હરીભકતો ભાવિકોએ દર્શનનો લાભ લીધો

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે આમ્ર ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન સ્વામી નારાયણના સ્વહસ્તે પધરાવાયેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો જયાં બિરાજમાન છે અને હરીભકતોની મોનકામના પુર્ણ કરે છે તેવા ભાવિકો માટેના શ્રધ્ધાના કેન્દ્ર એવા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો થતા રહે છે. રાધારમણ દેવ ટેમ્પલ સમિતિના ચેરમેન પૂ. દેવનંદન સ્વામી, મુખ્ય કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી(નવાગઢ) અને નવ યુવાન સ્વામી પૂ. પી.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાના કાર્યો અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. મંદિરમાં બિરાજતા રાધારમણ દેવના ૧૯પમાં પાટોત્સવની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને આજરોજ આમ્ર ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી છે. પૂ. કોઠારી સ્વામી પી.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, ઠાકોરજીને આજે એક હજાર કિલો આમ્ર ફળ ધરવામાં આવેલ છે અને આમ્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. નીત્ય દર્શન કરવા આવતા હરીભકતો અને બહારથી પધરાતા હરીભકતો ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે. વિશેષમાં પૂ. પી.પી. સ્વામીએ જણાવ્યું હતું કે, ઠાકોરજીને ધરવામાં આવેલા આમ્ર ફળના પ્રસાદને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે રોજેરોજ થતા દર્શન તેમજ વિવિધ યોજાતા ધાર્મિક કાર્યોનો લાભ લેવા હરીભકતો અને ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!