ઓખામાં ચોરી પ્રકરણમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેતી દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ

0

ઓખામાં રહેતા એક આસામીના રહેણાંક મકાનમાં ગત તારીખ ૨૬ ના રોજ રોકડ તથા મોબાઈલની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ અંગે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિની સૂચનાથી એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ઓખાના બર્માસલ કવાર્ટર વિસ્તારમાં રહેતા કાદર ઉર્ફે કાદરિયો અબ્દુલ નૂરમામદ તુરકને ઝડપી લઇ, પોલીસે રૂપિયા ૩,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન તથા રૂા.૬,૦૭૯ રોકડા મળી, કુલ રૂપિયા ૯,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી, આરોપીનો કબજાે વધુ તપાસ અર્થે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એએસઆઈ અરજણભાઈ મારૂ, અજીતભાઈ બારોટ, ડાડુભાઈ જાેગલ, દિનેશભાઈ માડમ, સચીનભાઈ નકુમ તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!