કલ્યાણપુરમાં ગઢવી યુવાનની હત્યાના પ્રકરણમાં આરોપીઓને દબોચી લેવાયા

0

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી અને ગઢવીના બે પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખના પરિણામ રૂપ રવિવારે સાત શખ્સો દ્વારા બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં એલસીબી પોલીસે હત્યા પ્રકરણમાં સંડોવાયેલા છ આરોપીઓને દબોચી લીધા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચકચારી એવા આ હત્યા પ્રકરણમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા ગઢવી ડાવાભાઈ સંધીયા તથા નાગાજણભાઈ રણમલભાઈ દ્વારા તેઓના પરિવારના બે યુવાનો દ્વારા આરોપી પરિવારોની બે યુવતીઓ સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ છેલ્લા દોઢેક વર્ષ થયા ચાલ્યા આવતા આ પ્રકરણમાં રવિવારે રાત્રિના સમયે મોટા આસોટા ગામના ગઢવી કારૂ વારજાંગ જાેગાણી, ગઢવી જીવા ભીખા જાેગાણી, ગઢવી જગુ ભીખા જાેગાણી, ગઢવી કુંભા વીરા જાેગાણી, ગઢવી દેવીયા કુંભા જાેગાણી અને ગઢવી પોલા કુંભા જાેગાણી સહિતના કુલ સાત શખ્સો લોખંડના પાઇપ, ધારીયા, લાકડીના ધોકા તથા પથ્થર જેવા હથિયારો સાથે ધસી આવી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને સામાન ઇરાદો પાડવાના ઇરાદે નાગાજણભાઈ રણમલભાઈની વાડીએ ઘસી આવ્યા હતા અને આ સ્થળે રહેલા ડાવાભાઈ રણમલ સંધીયા અને નાગાજણભાઈ રણમાલભાઈ સંધીયા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘાતક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડાવાભાઈનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે નાગાજણભાઈને વધુ સારવાર અર્થે જામનગરથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તથા એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી, આરોપીઓને મોટા આસોટાના જુદા જુદા વિસ્તારોમાંથી દબોચી લીધા હતા. વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજાે કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા, વી.આર. શુક્લ સાથે સ્ટાફના સજુભા જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ધરણાંતભાઈ ચાવડા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!