Thursday, September 28

“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના”(PMAGY) અંતર્ગત રાજકોટ જિલ્લામાં પારડી અને ચીખલીયાનો સમાવેશ ઃ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં નવા કુલ ૩૧ ગામોની પસંદગી

0

“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના” જિલ્લા અનુસરણ સમિતિની બેઠકમાં અધિકારીઓને આદર્શ ગામોનો સુયોજીત વિકાસ કરવા કલેટકરનો આદેશ

“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના” રાજકોટ જિલ્લા અનુસરણ સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી થયેલા જિલ્લાના રાજકોટ તાલુકાના પારડી ગામની તથા ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બંને ગામોને આદર્શ ગામ બનાવવા રૂપિયા ૪૦ લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારે તેના સુચારૂ વિકાસ કામના આયોજન અંગે કલેકટરએ અધિકારીઓને દિશાસૂચન કર્યું હતું. ગામના રોડ-રસ્તા મરામત, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા તેની સિદ્ધિ મેળવી નવી સ્કીમથી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા કલેકટરેઆદેશ કર્યો હતા. ભારત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના(ઁસ્છય્રૂ) અંતર્ગત ગુજરાત રાજયના ૧૨ જિલ્લાઓમાં ગામોની કુલ વસ્તીના ૪૦ ટકાથી વધુ અનુ.જાતિની વસતી ધરાવતા નવા કુલ ૩૧ ગામોની વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ના દ્વિતિય તબકકામાં પસંદગી થઈ છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામોને ગામદીઠ રૂા.૨૧ લાખની રકમ ફાળવવામાં આવે છે. જે પૈકી રૂા.૨૦ લાખની રકમ પસંદ થયેલ ગામોમાં ગેપફિલિંગ, વહિવટી અને અન્ય ખર્ચ માટે ફાળવવામાં આવે છે. આ યોજના અંતર્ગત નિર્ધારિત ગુણાંક પ્રાપ્ત થયે તે ગામને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવશે. બેઠકનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિના અધિકારી ચંદ્રવદન મિશ્રાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી પ્રાર્થના શેરસિયા, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રિ નાથજી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!