રાજકોટ જિલ્લાની અનુસૂચિત જાતિ કલ્યાણ પેટા યોજના અમલીકરણની સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જાેશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ગ્રામ વિકાસ, કુટીર ઉદ્યોગ, પાક વ્યવસ્થા કૃષિ સંલગ્ન સેવાઓ, પી.જી.વી.સી.એલ, ગ્રામ્ય અને સીટી પાણી પુરવઠો, સામાજિક સેવાઓ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન, વન વિભાગ, આઇસીડીએસ, સહકાર, શિક્ષણ, શ્રમ અને રોજગાર સહિતના તમામ વિભાગોની જુલાઈ – ૨૦૨૨ થી ડિસેમ્બર – ૨૦૨૨ની છ માસિક ખર્ચની અને મળેલ ગ્રાન્ટની સમીક્ષા કરવામાં હતી. જિલ્લાના વિકાસ કામો માટેની ગ્રાન્ટ સમય મર્યાદામાં પૂરી કરવાની તાકીદ કલેકટરએ કરી હતી. તેમજ સુચારૂ વિકાસ કામો માટે કલેકટર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને પુરૂ પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ નિયામક અનુ.જાતિના અધિકારી ચંદ્રવદન મિશ્રા, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રિ નાથજી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.