ખંભાળિયામાં હનુમાનજી મંદિર ખાતે બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

0

કર્ણાટકમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિરોધમાં હનુમાન ચાલીસાનું પઠન કરાયું

ખંભાળિયામાં બજરંગ દળના દ્વારા અહીંના જાેધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં બજરંગદળને પી.એફ.આઈ. સાથે જાેડવાની બાબતનો વિરોધ વ્યક્ત કરવા અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો બજરંગદળ ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરવામાં આવતા તેને દુર્ભાગ્યપૂર્ણ અને દ્વેષી ગણાવી, કર્ણાટક કોંગ્રેસના વિરોધમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બજરંગદળના અજયભાઈ નરા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવિણસિંહ કંચવા, તાલુકા અધ્યક્ષ મહેશભાઈ બારોટ તાલુકા મંત્રી મિલનભાઈ વારીયા, સહમંત્રી વિજયભાઈ કટારીયા, કિરણબેન સરપદડીયા, પપ્પુભાઈ જાેષી, શહેર ઉપાધ્યક્ષ ઘનશ્યામસિંહ વાઢેર, ઈન્દ્‌નજીતસિંહ પરમાર, ધીરેનભાઈ બદીયાણી, સત્યજીતસિંહ જાડેજા, ડોલરભાઈ રાજાણી વિગેરે સાથે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!