ભોગાતની ગૌશાળામાં ગાય સાથે દુષ્કૃત્ય આચારનારા શખ્સ સામે કડક પગલાં લેવા તંત્રને રજૂઆત

0

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી ગૌશાળામાં તાજેતરમાં એક શખ્સ દ્વારા માનસિક વિકૃતિ દર્શાવતું કૃત્ય આચરવામાં આવ્યું છે. ભોગાત ગામના ધના લખમણ કંડોરીયા નામના શખ્સ દ્વારા ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવા અંગેનો વિડીયો વાયરલ થવા સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ પ્રકરણમાં આરોપીને દાખલારૂપ સજા થાય તે માટે ખંભાળિયાના જાણીતા ગૌ સેવકોના ગ્રુપ એવા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો દ્વારા આજરોજ અહીંના જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના અન્ય ગૌસેવકો તેમજ મંડળો દ્વારા પણ તંત્રને લેખિત રજૂઆત કરી, આરોપીને આકરી સજા થાય તે માટેની માંગ કરી છે.

error: Content is protected !!