કેશોદના પ્રજાપતિધાર પાસે રહેતા મુન્નાભાઈ ઉર્ફે ભાવેશભાઈ ઉકાભાઈ ડાભી(ઉ.વ.ર૯)એ રાજુભાઈ હરદાસભાઈ રબારી રહે.કેશોદ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીએ જરૂરીયાત મુજબ આરોપી પાસેથી અલગ-અલગ તારીખોમાં રૂા.૧પ હજાર લીધેલ હોય જેનું આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂા.૭,પ૦૦ જેટલું વ્યાજ કઢાવેલ તથા ફરિયાદીએ આ કામના સાહેદ ભાવેશભાઈ મનસુખભાઈ સોલંકીને રૂા.૧પ હજારની રકમ આરોપી પાસેથી અપાવેલ તે અંગે આરોપીએ રૂા.ર૧ હજાર જેટલું વ્યાજ મેળવેલ તેમ છતાં આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી ઉંચા વ્યાજની તથા મુળ રકમની પઠાણી ઉઘરાણી કરી તથા ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપીયા કઢાવી અને ગાળો દીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદના પીએસઆઈ કે.જે. પટેલ ચલાવી રહ્યા છે.