જૂનાગઢમાં અસ્થમાની બિમારીથી કંટાળી વિલિંગ્ડન ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બપોરના સમયે દાતાર રોડ વાણંદ સોસાયટીમાં રહેતા મેહુલ હરિભાઈ ટાટમીયા નામના ૩૫ વર્ષીય યુવકે છેલ્લા ૫ વર્ષથી અસ્થમાની બીમારીથી પીડાતા જિંદગીથી કંટાળી વિલીંગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. બપોરના સમયે વિલીંગ્ડન રેકડી ધારકોને કોઈ વ્યક્તિની લાશ ડેમમાં દેખાતા ડેમ ઉપર લોકો એકત્રિત થયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહ ને ડેમમાંથી બહાર કાઢી પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને ડેમમાં પડી આત્મહત્યા કરનાર યુવક મેહુલ હરિભાઈ ટાટમીયા નામના યુવકના મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મેહુલ ટાટમીયા છેલ્લા ૫ વર્ષ થી અસ્થમા માતની બીમારી પીડાતો હતો અને પોતે પરિણીત હતો. ત્યારે જૂનાગઢમાં જ વાણંદની દુકાન ધરાવતો ૩૫ વર્ષીય યુવાને ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે. દરમ્યાન ભવનાથ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

error: Content is protected !!