ખંભાળિયા – દ્વારકા હાઈવે ઉપર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે પાયલ હોટલ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી, પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સ દ્વારા પોતાની પાસે રહેલું સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીનું હોવાનું અને તે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાંથી ચોરી કરીને લીધું હોવાની કબુલાત તેણે એલસીબી પોલીસ સમક્ષ આપી હતી. આથી પોલીસે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને હાલ રાજકોટના બસ સ્ટેશન વિસ્તારમાં રહી અને કડિયા કામ કરતા વિજયસિંહ ઉર્ફે કાસમ દિલુભા મનુભા જાડેજા (ઉ.વ. ૩૭) ની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજાે રાજકોટ ભક્તિનગર પોલીસને સોંપવા માટે આ શખ્સનો કબજાે તથા ચોરીનું રૂા.વીસ હજારની કિંમતનું મોટરસાયકલ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, ભરતભાઈ જમોડ, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ આંબલીયા, સચીનભાઈ નકુમ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.