Saturday, September 23

મહારાષ્ટ્રની સગીરાનું તેના વાલી સાથે મિલન કરાવતી દેવભૂમિ દ્વારકા બાળ કલ્યાણ સમિતિ

0

દ્વારકા પોલીસ ટીમને ગત તા. ૧૪ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર રાજ્યના મોહાલી ગામની સગીર મંદ બુદ્ધિની સગીરા મળી આવી હતી. તેમના દ્વારા આગળની કાર્યવાહી માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટી સમક્ષ આ સગીર બાળાને રજૂ કરી, જામનગર આવેલા કસ્તુર સ્ત્રી વિકાસ ગૃહમાં સોપવામાં આવી હતી. આ પછી વિકાસ ગૃહના સુપ્રી. અને બાળ કલ્યાણ સમિતિની સયુંક્ત કામગીરીથી આ સગીરાના વાલીને શોધી લાવી તેમને પરત સોંપવામાં આવી હતી. જેથી બાળાના વાલી દ્વારા હર્ષની લાગણી સાથે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!