હવે દરિયાકાંઠે પણ દીપડાઓનો ત્રાસ વધ્યો : કોડીનાર કોટડા બંદરેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

0

દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો

કોડીનાર કોટડા બંદરે રહેણાંકી વસાહત પાસે અવાર-નવાર દીપડાઓ દેખાતા સ્થાનિક આગેવાન બાબુભાઈ સોમાભાઈ બારૈયા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગ દ્વારા અહીં પાંજરૂ ગોઠવવામાં તેજ દિવસે વહેલી સવારે એક ખુંખાર દીપડો મદા ઉંમર અંદાજે બે થી ત્રણ વર્ષ ની પાંજરે પુરાતાં સ્થાનિકોને જાણ થતા વન વિભાગના ફોરેસ્ટર ગોપાલભાઈ રાઠોડ અને ગાર્ડ મહેન્દ્રભાઈ રાઠોડ આવી અને દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે આ કોટડા બંદર ગામ કોડીનાર તાલુકાનું છેલ્લું દરિયાકાંઠાનું ગામ છે. અહીં કોટડા બંદરે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દીપડાઓના આટા ફેરા વધ્યા છે. દીપડો જે સ્થળે થી પકડાયો તે કોટડાબંદરમાં આવેલ વિસ્તારમાં ઘણાં પરિવારો રહેણાંકી મકાન ધરાવતા હોય તેઓ એ જણાવ્યા પ્રમાણે હજુ પણ એક થી બે દીપડાએ હોવાનું સ્થાનિકોનું કહેવું છે અને છાસવારે દીપડા કૂતરા અને પાલતું પ્રાણીઓના શિકાર માટે ચડી આવે છે. ત્યારે વનવિભાગ દ્વારા હજું ગંભીરતા સમજી ફરી પાંજરૂ ગોઠવવા માંગણી ઊઠી છે.

error: Content is protected !!