આજના સમયમાં લોકોની સામાન્ય જરૂરિયાત એવી આરોગ્યલક્ષી સેવાઓમાં જૂનાગઢ અને આજુબાજુ ના વિસ્તારના લોકોને સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી શ્રી સેવાસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા “સેવાસેતુ નિદાન કેન્દ્ર”ની શુભ શરૂઆત કરવામાં આવી છે. કોઈ પણ રોગના સચોટ નિદાન માટે હાલના સમયમાં રિપોર્ટ ખુબ જ જરૂરી છે. હાલની વર્તમાન લાઈફ સ્ટાઇલને ધ્યાને લઇ ઘણા રિપોર્ટ રેગ્યલુલર સમયાંતરે કરાવવા જરૂરી બનતા હોય છે. જે આવનારી મોટી બીમારીઓનો યોગ્ય સમયે નિદાન પ્રત્યે જાગૃતતા કેળવી શકાય. પરંતુ આ રિપોર્ટ સામાન્ય માણસ માટે ઘણી વખત ખર્ચાળ હોય છે. આ સમસ્યાના નિરાકરણ અર્થે “સેવાસેતુ નિદાન કેન્દ્ર ” દ્વારા આ તમામ રિપોર્ટ લોકોને સચોટ, ઝડપી અને રાહત દરે ઉપલબ્ધ થાય તે હેતુ થી “આ સેવાસેતુ નિદાન કેન્દ્ર” નો શુભ આરંભ થયો છે. આ સંસ્થામાં અતિ આધુનિક મશીનરી અને અનુભવી સ્ટાફ દ્વારા બધા જ રિપોર્ટ રાહત દરે કરવામાં આવશે. આ નિદાન કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત રહેશે. આ સાથે જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે હોમ કલેકશનની સુવિધા ઉપલબ્ધ રહશે. આ નિદાન કેન્દ્રમાં જૂનાગઢના જાણીતા એમ.ડી.પેથોલોજીસ્ટ ડો. નીરજ મૈયડ પોતાના બહોળા અનુભવ દ્વારા સેવા આપશે. ડો. નીરજ મૈયડ હીમોટોલોજી, સિરોયોલોજી, ઇમ્યુનોલોજી એન્ડ એલર્જી, ક્લિનીકલ પેથોલોજી જેવા રિપોર્ટમાં કુશળતા ધરાવે છે. સેવાસેતુના આ કાર્યને જૂનાગઢની ઘણી સામાજિક સેવાભાવી સંસ્થાઓ, સાધુ-સંતો, પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યું હતું. આ શુભ આરંભ દિવસે ગુજરાતના સેવાભાવી સપુત જાણીતા યુટ્યૂબર ‘ખજુરભાઈ'(નીતિનભાઈ જાની )પોતાની ટીમ સાથે આ કાર્યને બિરદાવવામાં હાજર રહ્યા હતા. આ સાથે ગીતાબેન પરમાર મેયર, રવિ તેજા વાસમસેટી(એસ. પી.), હિતેશ ધાંધલીયા(ડીવાયએસપી), જવાહરભાઈ ચાવડા(ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી), સાધુ-સંતોમાં મહામંડલેશ્વર ૧૦૦૮ હરીહરાનંદ ભારતીબાપુ(ભારતી આશ્રમ), મહાદેવ ગીરીબાપુ(અવધૂત આશ્રમ), બુદ્ધ ગીરીબાપુ(સભાપતિ જુના અખાડા), દલપતગીરી સ્વામી(શિવ નિકેતન આશ્રમ), પરમેશ્વર ભારતી(ભારતી આશ્રમ), કિશનદાસ બાપુ(રામટેકરી), બલરામ બાપુ(ઋષિરાજ આશ્રમ), મહેશ્વરી માતાજી(ઋષિરાજ આશ્રમ) હાજર રહ્યા હતા. તથા જૂનાગઢના નામાંકિત ડોક્ટરો બિલ્ડરો વેપારી મિત્રો અને ૪૦થી વધારે સેવાભાવી સંસ્થાઓ હાજરી આપી હતી અને તે બધી જ સંસ્થાઓનું ખજુરભાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેન્દ્રની મુખ્યશાખા જૂનાગઢ બસસ્ટેશનના બીજા ગેઇટની સામે, શિવશક્તિ ટ્રાવેલ્સ વાળી ગલીમાં, લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી, શિવમંદિરની બાજુમાં આવેલ છે. તેમની વધુ વિગત માટે કોન્ટેક્ટ નંબર ૮૮૬૬૮૭૬૬૦૦/૮૮૬૬૯૦૩૩૦૦માં સંપર્ક કરવો. બીજી શાખા ઝાંઝરડા ચોકડી પાસે છે જેની વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર ૮૮૬૬૯૧૩૩૦૦ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.