શ્રી સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા ગરબાનો કાર્યક્રમ ભાવભેર યોજાયો

0

શ્રી સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં રાંદલ માતાજીના બાવન લોટા, યજ્ઞ, ગરબા તેમજ રાત્રે બાવન દિવડાની સંધ્યા આરતીનું આયોજન કરાયું હતું. જૂનાગઢમાં ગિરનાર રોડ ખાતે આવેલ ગોમતિમાંની જગ્યા ખાતે તા.૨૧-૫-૨૦૨૩ ના રોજ રાંદલ માતાજીનો યજ્ઞ, ગરબા, બાવન દિવડાની સંધ્યા આરતી, બેઠા ગરબા માતાજીનાં સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. આ સમગ્ર આયોજન સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. સમસ્ત હિન્દૂ ધોબી સમાજ યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢના પ્રમુખ મનસુખભાઇ વાજા એ જણાવ્યું હતું કે, રાંદલ માતાજીના બાવન લોટા ઉત્સવનું આયોજન કરાયું હતું. જેમાં બપોરે ૧૨ઃ૩૦ કલાકે રાંદલ માતાજીનો યજ્ઞનું બીડું હોમી પૂર્ણાવતી કરવામાં આવી હતી. તેમજ સાંજે ૭ઃ૩૦ કલાકે માતાજીના બાવન દિવડાની સંધ્યા આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં સમાજના તથા સર્વે જ્ઞાતિઓએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. તેમાં ખાસ સમાજના આગેવાન મનસુખભાઇ સોલંકી તેમજ અશોકભાઈ પરમાર ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં માતાજી બધાને સુખી રાખે તેવી પ્રાર્થના કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેગ્નેશભાઈ વાજા, અલ્પેશભાઈ પરમાર, છોટુભાઈ વાજા, જેન્તીભાઈ બ્રહ્માની, હિતેશભાઈ વાજા, પરશુરામભાઈ ચૌહાણ, હસમુખભાઈ મારૂ, અનિલભાઈ ગોહિલ, જયેશભાઇ વાજા, ગોપાલભાઈ સોલંકી, રોનકભાઈ વાજા, બાબુલભાઈ વાજા, નટુભાઈ વાજા, અનિલભાઈ સોલંકી, મધુભાઈ વાળા, કિરીટભાઈ વાજા, અશોકભાઈ વાજા, જમનભાઈ સોલંકી.

error: Content is protected !!