વંથલી નજીક ઓઝત નદીના પુલ ઉપર બે કાર થડાકાભેર અથડાતા રાજકોટના એએસઆઈનું મૃત્યું : પાંચને ઈજા

0

વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટના એએસઆઈનું મોત થયું હતું. જયારે અન્ય પાંચ લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તોને સારવાર માટે પોલીસ વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વંથલી પાસે ઓઝત નદીના પુલ ઉપર કાર નંબર જીજે-૧૮-બીએન-૩પ૭૧ અને કાર નંબર જીજે-૦૩-કેએચ-૧ર૬૭ વચ્ચે જાેરદાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા પાંચ થી છ વ્યકિતઓને ઈજા થયેલ હતી. આ અકસ્માતમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ પંકજભાઈ દિક્ષીતનું મોત થયું હતું. જયારે અન્ય ઈજાગ્રસ્તોને ૧૦૮ અને આ સમયે ત્યાંથી પસાર થતા જૂન્ગઢ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂ અને તેમના ડ્રાઈવર મહેશ છુછર દ્વારા પોલીસ વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને બંને કારનો ભુક્કો બોલી ગયો હતો અને વંથલી-કેશોદ હાઈવે ઉપર ટ્રાફીક જામ થતા પોલીસે ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. દરમ્યાન આ અકસ્માતના મંથનભાઈ વિનોદભાઈ પાડલીયા(ઉ.વ.ર૪) રહે.મોટા માંડવા ચોરા પાસે તાલુકો કોટડા સાંગાણી જીલ્લો રાજકોટ વાળીની ફરિયાદના આધારે હુંડાઈ વેન્યુ કાર નંબર જીજે-૧૮-બીએન-૩પ૭૧ના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સોનારા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!