ફક્ત એક રૂપિયામાં લગ્ન : દ્વારકાના જલારામ મંદિરે વિરબાઈમાં આદર્શ લગ્નોત્સવ ઉજવાયો

0

સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા

આજના મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ખુબ જ કઠીન છે. એમાં પણ જાે ધરમાં સંતાનને પરણાવવા હોય તો માં-બાપની ચિંતાનો પાર નથી રહેતો. આ બાબતને ધ્યાનમાં રાખીને દ્વારકાના રધુવંશી આગેવાનોઓએ એક પ્રેરણાત્મક અભિગમ અપનાવ્યો છે. દ્વારકાના જલારામ મંદિરમાં માતુશ્રી વિરબાઈમાં આદર્શ લગ્નોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લગ્ન ફક્ત એક રૂપીયામાં કરાવી આપવામાં આવે છે. જેમાં સમાજના અલગ અલગ યજમાનો દ્વારા સમાજના આર્થિક નબળી સ્થિતિ વાળા લોકોની દિકરીઓના લગ્ન ફક્ત એક રૂપીયામાં કરાવી આપવામાં આવે છે. ગઈકાલે બુધવારે રાજકોટના યજમાન હિરાબેન અમૃતલાલ દ્વારા ખંભાળિયાના ફોરમબેન અમૃતલાલ જટણીયાના લગ્ન ઓખાના રાજેશ મથુરદાસ સીમરીયા સાથે કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જામનગર નિવાસી સપનાબેન જયંતીલાલ પોપટના લગ્ન ભાણવડના રાજ મુકેશભાઈ ખંધેડીયા સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્નમાં રધુવંશી સોશ્યલ ગૃપ દ્વારા કન્યાને શળગારનો સામાન, ધર વખરી, વરરાજાને કપડા, ઘડીયાળ એમ મળીને કુલ ૧૯ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. ફક્ત એક રૂપિયામાં આદર્શ લગ્નોત્સવ માટે ટ્રસ્ટી મંડળના અશ્વિનભાઈ ગોકાણી, નટુભાઈ રૂપારેલીયા, કે.જી. હિંડોચા તેમજ જલારામ મહિલા મંડળના બહેનો સહિતના આગેવાનો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ સેવાકીય પ્રવૃતિ થકી અત્યાર સુધીમાં કુલ ૩૧૬ કન્યાઓના લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. આ પ્રકારના સેવા કાર્યની દરેક સમાજે નોંધ લેવી જાેઈએ તેમ પ્રબુદ્ધ લોકો માની રહ્યા છે.

error: Content is protected !!