દેશ વિદેશથી દ્વારકા દર્શને આવતા યાત્રિકોને વહીવટી તંત્રની આડોડાઇન કારણે હાલાકી ભોગવી પડે છે : યાત્રિકોની સુવિધા માટે જીલ્લા કલેકટર દેવસ્થાન સમિતીના અધ્યક્ષ ધ્યાન દે એ જરૂરી
જગ વિખ્યાત દ્વારકા જગત મંદિરે દેશ વિદેશથી દરરોજ સેકંડો યાત્રિકો ભગવાન શ્રીદ્વારકાધીશના દર્શનાથે શ્રધ્ધા લૈઇ આવતા હોય છે. તે યાત્રિકો વહીવટી તંત્રની મનમાની ના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. જગત મંદિરે ઠાકોરજીને સવારે એક કલાક બંધ પડદે સ્નાન તેમજ શિંગાર સમયે એક કલાક ઠાકોરજીના દર્શન બંધ હોય છે. પરંતું જગત મંદિર પટાગણમાં આવેલ અન્ય ૧૬ મંદિર ઉપરાંતના મંદિરોમાં આ સમયે દર્શન થૈઇ શકતા હોય છે. પરંતું તંત્રની મનમાનીના કારણે સવારે ૮ થી ૯ એક કલાક સુધી મંદિર પરિસનો એન્ટ્રી માટેનો ગેટ વહીવટી તંત્ર બંધ કરાવી દેતુ હોય છે. દૂર-દુરથી દર્શનાથે પરિવાર સાથે આવેલ યાત્રિકોને ધોમધખતા તડકામાં ગેટ બહાર ઉભા રખાવામાં આવે છે. મંદિર પરિસમાં દેવસ્થાન સમિતી દ્વારા દર્શનાથે આવતા યાત્રિકો ને તડકાથી બચવા વિશાળ ડોમ બાંધ્યો હોવા છતા યાત્રિકોને એક કલાક ગેટ બંધ રાખી ગેટ બહાર ઉભા રાખવામાં આવતા હોય છે. જગત મંદિર આસપાસની બજાર સાકડી હોવાથી ત્યા ભીડ જામતી હોવાના દર્શયો સામે આવ્યા છે. સ્થાનિકો ત્યાથી વાહનો લૈઇ તેમજ ચાલીને પસાર થવા માટે ભિડના કારણે મુસ્કેલીનો સામનો વેઠવો પડે છે. ત્યા રોડ વચ્ચે ભિડમાં ઉભેલા યાત્રિકો વચ્ચે રગઝગ કરવી પડતી હોય છે. જગત મંદિર પરિસરમાં વિશાળ જગ્યા હોવા છતા ગેટ બહાર યાત્રિકોને ઉભા રાખવામાં આવતા હોય યાત્રિકો અને સ્થાનિકો તંત્રની આડોડાઇના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગેટ બંધ રાખવાથી બજારમાં પણ ભીડ જામે છે. ગેટ ખુલ્લો રાખવામાં આવે તો યાત્રિકોને મંદિર પરિસમાં છાયડામાં ઉભવા માટે સુવિધા મળી રહે. અને મંદિર અંદર આવેલ અન્ય મંદિરોમાં શાંતિથી દર્શન કરી શકે યાત્રિકોની માંગને ધ્યાને લૈઇ આ બાબતે જીલ્લા કલેકટ એવા દેવસ્થાન સમિતીના અધ્યક્ષ અશોક શર્મા તાતી ધ્યાન આપે એ જરૂરી છે.