જૂનાગઢ જીલ્લા જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુના પડીકા રાખવા અંગે નવ સામે ફરિયાદ

0

જૂનાગઢ જીલ્લા જેલના સુબેદાર સુરૂભા જેઠવા(ઉ.વ.૩૮) રહે. જેલ સ્ટાફ કવાર્ટરસ વાળાએ સંજય બાડીયો સુરેશભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ સંજયભાઈ સોલંકી, દિલીપ ભમો બાબુભાઈ સોલંકી, હસમુખ ઉર્ફે બેરો જીવરાજ વાળા, બહાદુર દિલુ બાબરીયા, અમીન અલારખા ચેતા, ભુપત નાગજી સુત્રેજા, અજય ભરત પંડયા, દિલીપ ઉર્ફે ભમો બાબુભાઈ સોમાણી વિગેરે વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપી નં. ૧.સંજય બાડીયો, ૩.દિલીપ ભમો, ૪. હસમુખ ઉર્ફે બેરોના કહેવા મુજબ આરોપી નં.૯ દિલીપ ઉર્ફે ભમોએ જેલના પ્રતિબંધીત વિસ્તારમાં જેલની અંદરના ભાગે સર્કલ-રમાં તમાકુના પોટલા પડે તે રીતે ઘા કરવા કહેતા ત્યાં ફેંકેલા પોટલા આરોપી નં-ર જીજ્ઞેશ સંજયભાઈ મારફત આરોપી નં-પ બહાદુર દિલુ બાબરીયા, ૬. અમીન અલારખા, ૭. ભુપત નાગજી, ૮. અજય ભરતને તમાકુ આપી જેલની અંદરના ભાગે જેલ પ્રતિબંધીત વિસ્તારમાં તમાકુના પડીકા રાખી અને અંદર રહેલા આરોપીએ તે તમાકુને સંતાડીને ગુનો કર્યાની અંગેની ફરિયાદ પોલીસમાં નોંધવવામાં આવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!