Sunday, September 24

ખંભાળિયામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ખેત પેદાશોનું વેચાણ તથા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

0

કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી અને સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતના ખેડુતોની આવક બમણી કરવાનો સંકલ્પ છે. ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃધ્ધિની દિશામાં આર્ત્મનિભર બની આગળ આવી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક ખેડૂતો સરકારની વિવિધ યોજનાનો લાભ લઇ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોને પ્રોત્સાહન પૂરૂ પાડવા અને પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થાય તે હેતુથી જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ – પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા શાકભાજી, કઠોળ સહિતની પ્રાકૃતિક પેદાશોની ખરીદી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને તેમની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થાય તેવા આશય સાથે આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ તથા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવામાં આવી હતી. ઋગ્વેદના શ્લોક અનુસાર વેદોમાં ઋષિઓએ માં ના રૂપે ધરતી માતા અને ગૌમાતાને વિશેષ દરજ્જાે આપ્યો છે, જેની સુરક્ષાની જવાબદારી દરેક માનવી ઉપર છે. ધરતી માતાનું સ્વાસ્થ્ય ગૌમાતાના સંરક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ત્યારે ખેડૂતો હવે ધરતીમાતાના રક્ષણ કાજે ગૌ આધારીત ખેતી તરફ વળી રહ્યા છે. માત્ર મગફળી, કપાસ, કઠોળ જેવા પાકો જ નહીં પરંતુ શાકભાજી, વિવિધ ફળોનું પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આવક માટેનું નવું માધ્યમ બનાવ્યું છે.

error: Content is protected !!