જૂનાગઢમાં તા.૨૮-૫-૨૦૨૩ને રવિવારના રોજ ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા નબળા અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફુલસ્કેપ નોટબુક વિતરણ અને સામાન્ય રાહદારીઓ માટે છાશ વિતરણની શરૂઆત કરાઈ હતી. આ ઉદઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢના મેનેજિંગ ટ્રસ્ટી અને સફળ ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પીઠીયા, ડીઓ કચેરી જૂનાગઢમાંથી જલ્પાબેન ક્યાડા, મુખ્ય દાતા ઓરબીટ ક્લાસીસના સંચાલક રામાણી, છાશ વિતરણના દાતા ડો. કમલેશભાઈ ડાભી, સંસ્થાના પ્રમુખ પ્રો.ડો. કિરીટ નંદાણીયા, ભાવેશભાઈ રાજાણી તેમજ ગણ માન્ય અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ શાખાના પ્રમુખ પ્રો.ડો. કિરીટ નંદાણીયા, ભાવેશભાઈ રાજાણી, સેક્રેટરી શૈલેન્દ્રસિંહ વાઘેલા, ખજાનચી સાગરભાઇ કારેલીયા, ડો. મનોજભાઈ વાસણ, ભાવિનભાઈ ભીંડી, નોટબૂક વિતરણ પ્રકલ્પ સંયોજક નરેન્દ્રભાઇ ભટ્ટ, છાશ વિતરણ પ્રકલ્પના સંયોજક પરેશભાઈ મારૂ, રાજેશભાઈ, ભરતભાઇ, લીંબાસીયા, હિરેનભાઈ, મહિલા સયોજિકા મમતાબેન અને સંસ્થાની મહીલા સમિતિના મીતાબેન, શિલ્પાબેન, પારૂલબેન, મધુબેન અને મોટા પ્રમાણમાં જૂનાગઢ શાખા પરિવારના સદસ્યો હાજર રહેલા હતા. આ સંપુર્ણ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપવા બદલ દરેક વ્યક્તિનો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો. છાસ વિતરણના મુખ્ય દાતા ડો. કમલેશભાઈ ડાભી તેમજ છાસ વિતરણ પ્રકલ્પમાં આર્થિક સહયોગ આપનાર મિતાબેન ચનિયારા અને રાજેશભાઈ શર્મા તેમજ રાહત દરે નોટબુક વિતરણમાં જાહેરાત આપનાર તમામ સદસ્યો અને રાહત દરે નોટબુક વિતરણની ખુબ મોકાની જગ્યા ફાળવનાર ભાવિનભાઈ ભીંડીનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.