દ્વારકા જિલ્લા પોલીસની વધુ એક સિદ્ધિઃ ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને દબોચી લેવાયો

0

મુંબઈના સપ્લાયરની પણ અટકાયતઃ આરોપીઓ રિમાન્ડ ઉપર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ બાદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા નજીકના દાતા ગામેથી જામનગરના એક કટલેરીના ધંધાર્થીને ૧૭.૬૫ ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો હતો. આ પ્રકરણમાં મુંબઈ ખાતેથી સપ્લાયરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ વધારવામાં આવેલા પેટ્રોલિયમ દરમ્યાન ખંભાળિયા જામનગર માર્ગ ઉપર ગત તારીખ ૨૭ મે ના રોજ સી.પી.આઈ. ટી.સી. પટેલ તથા સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી દરમ્યાન એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર આવેલા દાતા ગામ પાસે ઊભેલા એક શખ્સને અટકાવી, તેનું ચેકિંગ કરતા તેની પાસે કેટલીક નાની-નાની પડીકીઓ મળી આવી હતી. આ શખ્સની પૂછપરછમાં જામનગરના સાટીવાસ ખાતે રહેતા અને કટલેરીનો ધંધો કરતા મોહસીન ઉર્ફે છોટુ સતારભાઈ સાટી નામના ૩૬ વર્ષના મુસ્લિમ પીંજારા શખ્સ પાસે રહેલો આ પદાર્થ માદક ડ્રગ્સ એવો એમ.ડી. ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યું હતું. આથી, પોલીસે તેની અટકાયત કરી તે આ શખ્સની આગવી ઢબે પૂછપરછ કરતા ડ્રગ્સનો આ જથ્થો તેણે મુંબઈના માહીમ વિસ્તારમાં રહેતા જુબેર મોહમ્મદ ઉંમર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. આના અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ દ્વારા અત્યંત ગુપ્ત રહે કરવામાં આવેલી કામગીરી અંતર્ગત એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફે જાેખમી અને અતિ સંવેદનશીલ એવા મુંબઈના માહીમ વિસ્તારમાં સ્ટાફ સાથે દોડી જઈ અને અને ફૂડ ડિલિવરીનું કામ કરતા જુબેર મોહમ્મદ ઉમર મેમણ નામના ૩૮ વર્ષના મુસ્લિમ મેમણ શખ્સની પણ અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રથમ ઝડપાયેલા જામનગરના કટલેરીના ધંધાથી મોહસીન સાટીને સોમવારે અહીંની અદાલતમાં રજૂ કરી, પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધો છે. જ્યારે મુંબઈના જુબેર મેમણને પણ ગઈકાલે અહીંની અદાલતમાં રજૂ કરી, સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે શુક્રવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા ૧,૭૬,૫૦૦ ની કિંમતનો ૧૭.૬૫૦ ગ્રામ એમ. ડી. ડ્રગ્સનો જથ્થો કબજે લઈ અને ખંભાળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. જેમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. મુંબઈ ખાતે કરવામાં આવેલા ઓપરેશનમાં ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, હરપાલસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, નરેન્દ્રસિંહ રાઠોડ, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ જાડેજા, કરણભાઈ સોંદરવા, લખમણભાઈ આંબલીયા અને કિશોરભાઈ ડાંગર રહ્યા હતા. જ્યારે અહીં રેઈડ અંગેની કાર્યવાહી સી.પી.આઈ. ટી.સી. પટેલ, એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરા, કિશોરસિંહ જાડેજા, ર્નિમલભાઈ આંબલીયા, ખેતસીભાઈ મુન, જગદીશભાઈ કરમુર, દિનેશભાઈ ચાવડા વિગેરે દ્વારા કરવામાં આવી હતી. ખંભાળિયાના દાતા ગામેથી ઝડપાયેલો જામનગરનો આરોપી એક એક- એક ગ્રામની નાની-નાની પડીકી બનાવીને ડ્રગ્સ અત્રે સપ્લાય કરવા આવ્યો હોવાનું અને તેની કિંમત રૂપિયા ૨૫૦૦-૨૫૦૦ તે લેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અતિ માદક અને નુકશાનકર્તા એવા એમ.ડી. ડ્રગ્સની કિંમત રૂપિયા એક કરોડ પ્રતિ કિલોની ગણવામાં આવે છે.

error: Content is protected !!