જૂનાગઢમાં ફટાકડા ફોડવા બાબતે માર માર્યો

0

જૂનાગઢના સંતુર હોટલ વાળી ગલી, વનમાળી એપાર્ટમેન્ટમાં રહેતા મૌલિક શાંતીભાઈ પરમાર(ઉ.વ.ર૮)એ અભય શાંતીલાલ પરમાર, અમિત શાંતીલાલ પરમાર, હર્ષ શાંતીલાલ પરમાર અને શાંતીલાલ પરમાર વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી તથા સાહેદોએ ફટાકડા ફોડેલ હોય જેથી આ કામના આરોપી અભય શાંતીલાલે બિભત્સ શબ્દો કહી કાચની બોટલથી ફરિયાદીને માથામાં મારેલ અને હર્ષ શાંતીલાલે પ્લાસ્ટીકના પાઈપથી માર મારેલ તેમજ અમિત શાંતીલાલ અને શાંતીલાલ પરમારે ફરિયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસમાં નોંધાવવામાં આવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભેંસાણ : માઠું લાગતા કુવામાં પડી ઝંપલાવી મૃત્યું
ભેંસાણના ખંભાળિયા ગામે આવેલી સુરેશભાઈ હરદાસભાઈની વાડીએ બનેલા બનાવમાં શંકુતલાબેન શૈલેષભાઈ પરમાર(ઉ.વ.ર૮) યુવતીને તેના પતિએ ફોનમાં વાતચીત કરતી હોય તે દરમ્યાન આ ફોન કુવામાં ફેંકી ન દેતી તેમ કહેતા તેણીને લાગી આવતા પોતાની મેળે કુવામાં પડી જતા ડુબી જવાથી મૃત્યું થયું છે. ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદના બાલાગામે આર્થિક સંકડામણથી ગળાફાંસો ખાધો
કેશોદ તાલુકાના બાલાગામ ખાતે રહેતા હરસુખભાઈ મનજીભાઈ વાઢેર(ઉ.વ.પ૦)ની ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને કામ-ધંધો મળતો ન હોય જેના ટેન્શનમાં પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે.

ભેંસાણના છોડવડી ગામે જુગાર દરોડો : આઠ ઝડપાયા
ભેંસાણ તાલુકાના છોડવડી ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા આઠ શખ્સોને રૂા.ર૭,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કેશોદમાં નિર્લજ હુમલો પોલીસ ફરિયાદ
કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં બનેલા બનાવમાં એક મહિલાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર ફારૂક ભીખુભાઈ નામનો શખ્સ પેશાબ કરવા ઉભી જતા ફરિયાદીએ તેને પેશાબ કરવા ના પાડી અને જતો રહેવાનું કહેતા આરોપીએ બિભત્સ શબ્દો કહી અને ફરિયાદી પાસે આવી આબરૂ લેવાના ઈરાદે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તેમજ સાહેદ વચ્ચે પડતા તેમને માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!