ખંભાળિયાની ૧૦૮ ટીમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ડેમોસ્ટ્રેશન કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા લોકેશનની ૧૦૮ ઇમરજન્સી ટીમ દ્વારા અહીં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કાર્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ ઇમરજન્સી વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવી, આપાતકાલીન પરિસ્થિતિમાં ૧૦૮ નો ઉપયોગ, ૧૦૮ ઈમરજન્સીમાં રહેલી તમામ ઉપયોગી એવી સાધન સામગ્રી વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ ડેમોસ્ટ્રેશનના આયોજનમાં ૧૦૮ ખંભાળિયાના ઈ.એમ.ટી. જુનેદભાઈ અને ૧૦૮ ઈમરજન્સીના પાઈલોટ મનોજભાઈ દ્વારા ડેમોસ્ટ્રેશન કરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓને ૧૦૮ ની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!