સિવિલ હોસ્પિટલમાં રૂા.૨૫.૮૦ લાખના ખર્ચે વિવિઘ સાધનોની કરાશે ખરીદી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક મળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રોગી કલ્યાણ સમિતીના ચેરમેન અને જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે, ગુણવત્તા સુધરે તે અંગેના ર્નિણયો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ માટે રૂપિયા ૨૫.૮૦ લાખના ખર્ચે વિવિધ વિભાગમાં જરૂરી સાધનો તથા ઉપકરણોની ખરીદી માટેનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં કલેકટર દ્વારા હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા, તેમજ ઇમરજન્સી કેસમાં દર્દીઓની સારવારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન.ભંડેરી, હોસ્પિટલના અધિક્ષક ડો. મનોજ કપૂર, ડો. કેતન ભારથી, દીપકભાઈ કણજારિયા, ડો. જાેષી, ધીરેનભાઈ બદિયાણી, હરિભાઈ નકુમ, પરબતભાઈ ભાદરકા, ડો. રિયાઝ પરમાર, ડો. એલ.એન. કનારા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.