માંગરોળ : ફીટનેશ ન હોવાના કારણે ચક્ષુદાન સ્વીકારવામાં ન આવ્યું

0

માંગરોળના એક પરિવારમાં ચક્ષુદાન માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ ફીટનેશન ન હોવાના કારણે સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી. આ અંગે મળતી વિગત અનુસાર ગઈકાલ તારીખ ૧-૬-૨૩ને બુધવાર જેઠ સુદ બારસના રોજ સ્વ.લક્ષ્મીદાસ(લખાભાઈ) નારણદાસ કોટેચા કે જેઓ બટુકભાઈ કોટેચા, અરવિંદભાઈ કોટેચા અને ચંદુભાઈ કોટેચા(શ્રીરામ મશીનરી સ્ટોર-માંગરોળ)ના ભાઈ થાય છે જેમનું દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.લક્ષ્મીદાસના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ માટે વહેલી સવારે અમારા ગૃપમાં સેવારત અને વરિષ્ઠ પત્રકાર વિનુબાપુ મેસવાણીયા દ્વારા શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકને ચક્ષુદાન માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ ચક્ષુદાન આપણે અમુક કંડીશનમાં નિયમાનુસાર નથી સ્વિકારી શકતાં. આમાં પણ આવું જ બન્યું છે અને સ્વર્ગસ્થ લક્ષ્મીદાસનું ચક્ષુદાન નથી સ્વિકારી શકતાં એ બદલ શિવમ્‌ ચક્ષુદાન -આરેણા દ્વારા ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરે છે અને સદગત આત્માને ઈશ્વર ચરણોમાં સ્થાન મળે એવી પ્રાર્થના કરે છે. સાથે આ દુઃખદ સમયે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ. વધુમાં લોકોને અપીલ કરી છે કે, કોર્નિયાથી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલાની તપાસ કરીને ઓપરેશન માટે ફીટ હોવી જાેઈએ. મતલબ આ આંખના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જાેવાતું હોય છે. આમ જે લોકોને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે. આવી વ્યક્તિની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્રષ્ટી ફરીથી અપાવી શકીએ છીએ તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!