હિંગોળગઢ ખાતે તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

0

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હિંગોળગઢ ખાતે ઊંડા ઉતારવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મામલતદાર અંકિત પટેલ, સરપંચ મધુબેન ભરતભાઈ હતવાણી, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારના જમીનો ધરાવતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ખેડૂતો તેમજ કામગીરી સાથે સંકળાયેલ સિંચાઇ વિભાગના કર્મચારી, ઓપરેટર વગેરે પાસેથી માહિતી મેળવી જરૂરી સુચનો કર્યા હતા. મંત્રીએ આ સાથે વીંછિયા નજીક આવેલા ર્નિમળ તળાવની પણ મુલાકાત લઈ તળાવને ઊંડા કરવાના કામનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જરૂરી સૂચનો કર્યા હતા. નોંધનીય છે કે હિંગોળગઢ તળાવની હાલની ક્ષમતા ૦.૮ એમ.સી.એફ.ટી. છે, જે ઊંડું ઉતારવાની કામગીરી પૂર્ણ થતાં આ ક્ષમતા લગભગ બમણી થશે. વિંછીયા પાસે આવેલ ર્નિમળ તળાવની હાલની ક્ષમતા ૦.૯ એમ.સી.એફ.ટી. છે, જે વધીને ૧.૬ એમ.સી.એફ.ટી. થશે. આ તળાવો ઉંડા થતાં હિંગોળગઢ ગામ તેમજ વીંછિયામાં પાણીનો સંગ્રહ થશે અને પાણીના તળ ઉંચા આવતા ખેડૂતોને તેમજ નાગરિકોને ફાયદો થશે.
રૂપાવટી ખાતે નવા સી.સી. રોડનું ખાતમુહુર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વીંછિયા તાલુકાના રૂપાવટી ગામ ખાતે પીપરડી ચોકડીથી રૂપાવટી ગામને જાેડતા નવા સી. સી. રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રૂા.૪૫ લાખના ખર્ચે ૫૧૦ મીટર લાંબો અને ૫. ૫ મીટર પહોળો સિમેન્ટ કોંક્રિટનો આ સુવિધા માર્ગ બહુ જલ્દી તૈયાર થઈ જશે. ગ્રામ્ય કક્ષાએ પાણી, રસ્તાઓ તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખૂબ ઝડપથી કાર્ય કરવામાં આવી રહ્યું છે. નવા ગ્રામ પંચાયત ભવનનું બાંધકામ પ્રગતિમાં છે. તાલુકામાં આઇ. ટી.આઇ. પણ નિર્માણાધીન છે. બાકી રહી જતા વિસ્તારોમાં સૌની યોજનાની લીંક પહોંચે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જળસંચય માટે લગભગ ૪૦ ગામોના તળાવ ઊંડા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સિંચાઈનુ પાણી પૂરૂ પાડીને તેમજ સારા ટેકાના ભાવો દ્વારા સરકાર ખેડૂતોને મજબૂત કરી લાભ પહોંચાડી રહી છે. કાર્યક્રમ પૂર્વે મંત્રીએ ગામ નજીક આવેલ ચેકડેમની મુલાકાત લઈ જર્જરીત ચેકડેમના રીપેરીંગ અને સંભવિત નવા ચેકડેમ માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અગ્રણી અશ્વિનભાઈ સાંકળિયાના પ્રાસંગિક ઉદબોધન બાદ મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જાેગરાજિયા, સહકારી મંડળીના પ્રમુખ, રૂપાવટી ગામના સરપંચ રસિકભાઈ મેરજા, અન્ય સરપંચઓ, પક્ષના પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સમકક્ષ સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ સાયલાના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સાયલા તાલુકાના નાના માત્રા ગામ પાસે આવેલ કોઝવે પાસે તૈયાર થનાર નવા બ્રીજનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રી અને ધારાસભ્યએ વિધિવત મંત્રોચ્ચારથી પૂજન કરીને તેમજ શ્રીફળ વધેરીને કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી બાવળિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોને પણ શહેર સમકક્ષ સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. લાંબા સમયની જનપ્રતિનિધિઓની માંગણીના ફળસ્વરૂપ આજે રાજ્ય સરકારે આ કામ મંજૂર કર્યું છે આ નમૂનેદાર બ્રિજ ૧૩૨ મીટર લાંબો અને ૭.૫ મીટર પહોળો છે, જે રૂા.૪.૫૧ કરોડના ખર્ચે તૈયાર થશે. અંદાજે એક વર્ષની અવધિમાં પુરા થનારા આ બ્રીજ સાથે જાેડાયેલા એપ્રોચ રોડ પણ ૭.૫ મીટર પહોળા કુલ લગભગ ૧૭૫ મીટર લંબાઈના બનાવવામાં આવશે. ધારાસભ્ય કીરીટભાઇ રાણાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, રાજયસરકારના પ્રયત્નોને પરિણામે નિર્માણ થનારા આ બ્રિજથી ધજાળા, ઢીંકવાડી, ગંગાજળ, નાના માત્રા વગેરે ગામોને ચોમાસામાં પડતી તકલીફ દૂર થશે અને સિંચાઇ તથા પીવા માટે પુરતી માત્રામાં પાણી ઉપલબ્ધ થઇ શકશે.

error: Content is protected !!