જૂનાગઢના ખામધ્રોળ વિસ્તારમાં તલવાર વડે હુમલો : ચાર સામે ફરિયાદ

0

જૂનાગઢના ખામધ્રોળ રોડ ખાતે રહેતા ભાવેશભાઈ વેલજીભાઈ બહેસા(ઉ.વ.૩પ)એ બાલુભાઈ ખીમજીભાઈ નારીગરા, પ્રતિકભાઈ, ભદ્રેશભાઈ મનસુખભાઈ, મનસુખભાઈ ખીમજીભાઈ વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી આરોપીની દુકાન પાસેથી નીકળતા આરોપી-૧નાએ બોલાવેલ અને ફરિયાદી પાસે પાન-માવાના બાકી રૂપીયા માંગેલ જેથી ફરિયાદીએ થોડા દિવસ્ બાદ રૂપીયા દેવાનું જણાવતા આરોપી નં-૧,રનાઓ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ભુંડીગાળો કાઢી લોખંડના પાઈપથી ફરિયાદીને શરીરે માર મારવા લાગેલ એવામાં આરોપી નં-૩ પ્લાસ્ટીકના પાઈપ લઈ આવી ફરિયાદીને માર મારવા લાગેલ અને આરોપી નં-૪ તલવાર લઈ આવતા ફરિયાદીને માથમાં એક ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!