છેલ્લા બે માસથી જૂનાગઢ શહેર વિસ્તારમાં ખુનની કોશીષના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢમાં ખુનની કોશીષના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા બે માસથી ફરારી આરોપીને પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અને પીઆઈ જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જે.જે. ગઢવી અને સ્ટાફે વોચ ગોઠવી અને ખુનની કોશીષના ગુનામાં ફરારી આરોપી શની કિસનભાઈ ઉર્ફે ટકો સોંદરવા(ઉ.વ.૩ર) રહે.કડીયાવાડ વાળાને તેના રહેણાંક મકાન નજીકથી ઝડપી લઈ તેને આગળની કાર્યવાહી માટે એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.

error: Content is protected !!