જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંથી ડ્રગ્સના આરોપીને ટોળાએ ભગાડી મુકતા ચકચાર

0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ગઈકાલે બપોરના સમયે પેરોલ ફર્લો સ્કવોર્ડના જાપ્તામાંથી એક આરોપી પોલીસની નજક સામે ભાગી જતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આરોપીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવેલો ત્યારે ઘટના બનતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવના અનુસંધાને ફરજમાં રૂકાવટ સહિતની ફરિયાદ નોંધાવમાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલો સાગર પ્રવીણરાઠોડ(રહે.ધરાનગર) નામનો કેદી પેરોલ રજા ઉપર ગયો હતો અને ૭ દિવસથી તે ફરાર થઈને ફરી જેલમાં હાજર ન થતા તે તેના સંબંધી કાજલ રાઠોડની વાડીએ મકાનમાં છુપાયો હોવાની હકિકત મળતા તેને પકડવા જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ વી.કે. ઉંઝીયા સહિત સ્ટાફ સ્થળ ઉપર ગયેલ ત્યારે સાગર દોડવા જતા પડી જતા તેને ઈજાઓ થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ સિવીલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારે અગાઉથી આરોપી સાગરના સગા-સંબંધીઓ જેમાં સાગર વિરજી સોંદરવા, કાજલ મગન રાઠોડ, સાગરના પિતા પ્રવિણ રાઠોડ, સાગરના માતા, સાગરની દાદી, આકાશ પ્રવિણ રાઠોડ અને પાંચથી છ વ્યકિતઓના ટોળાએ સિવીલમાં હંગામો કર્યો હતો. તેવામાં આરોપીના ભાઈએ સિવીલમાં પેટ્રોલની નાની બોટલ કાઢીને પોલીસને રોકવા જતા તે અરસામાં સાગર રાઠોડ દોડીને બર્ગમેન મોટરસાયકલમાં ભાગી ગયો હતો. જે અંગે મોડી રાત્રે પેરોલ ફર્લો સ્કવોર્ડના સંજય વઘેરાએ એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી એનડીપીએસનો આરોપી હોવાનું સામે આવ્યું છે. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોર્ડના પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ કાંતીલાલએ સાગર ઉર્ફે સાગરો પ્રવિણભાઈ, સાગર વિરજીભાઈ, કાજલબેન મગનભાઈ, સાગર ઉર્ફે સાગરાના પિતા પ્રવિણભાઈ, સાગર ઉર્ફે સાગરાની માતા, દાદી તથા ભાઈ આકાશ તેમજ પાંચથી છ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગેરકાયદેસર મંડળી રચી અને ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!