જૂનાગઢ, ગિર-સોમનાથ, પોરબંદર જિલ્લાની ૧૫ સેવા સહકારી મંડળીને રૂા.૮.૨૪ કરોડની વસૂલાત માટે નોટિસ ફટકારતા ચકચાર

0

છેલ્લા ૧૦ વર્ષથી લોનની વસુલાત કરવામાં ન આવી હોય, ૧પર સભ્યોને નોટીસ અપાઈ

ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમીટેડે ૮.૨૪ કરોડના બાકી લેણાની વસુલાત માટે ૧૫ સહકારી બેન્કના ૧૫૨ સભ્યોને નોટિસ ઇશ્યુ કરી છે. જૂનાગઢ, ગિર સોમનાથ અને પોરબંદર જિલ્લાની ૧૫ સેવા સહકારી મંડળીઓ એવી છે કે જેમની પાસે ૮,૨૪,૪૭,૫૧૩ની બેન્ક લોન બાકી છે. છેલ્લા ૧૦ વર્ષથી આ લોનની વસૂલાત કરવામાં આવી ન હોય ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિમીટેડના ચેરમેન દ્વારા ૧૫૨ સભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે,આ મંડળીઓ તેમની જવાબદારીઓનું વહન કરવામાં અને તેને નિભાવવામાં સપૂર્ણ નિષ્ફળ નિવડેલ છે માટે નોટિસ પાઠવવામાં આવી છે. ગુજરાત રાજ્ય સહકારી બેન્ક લિ. દ્વારા જૂનાગઢ જિલ્લા સહકારી બેન્કને સલંગ્ન પેક્સમાં ઇમ્બેલેન્સ દૂર કરવા માટે શું પગલાં લીધા ? તે અંગેનો રિપોર્ટ મંગાવતા જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા તાત્કાલીક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે. દરમ્યાન ૧૫ મંડળીના ૧૫૨ સભ્યોને અપાયેલ નોટિસથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા સહકારી મંડળી દ્વારા અપાયેલી નોટીસમાં (૧) શ્રી આજાેઠા સામુ. ખેતી સેવા સહકારી મંડળી લિ. (ગિર સોમનાથ)ના ૮ સભ્યો પાસે ૪૮,૦૦૦, (૨) શ્રી આણંદપરા સામુ. સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૮ સભ્યોને ૨૯,૦૦૦, (૩) શ્રી બોરવાવ સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૧૦ સભ્યોને ૯૭,૦૮,૧૦૫,(૪) શ્રી ચંદવાણા સેવા સહકારી મંડળી લિ.(જૂનાગઢ)ના ૧૧ સભ્યોને૧૦,૭૬,૧૬૫, (૫) શ્રી દેરોદર મિત્રાળા સેવા સહકારી મંડળી લિ.(પોરબંદર)ના ૮ સભ્યોને ૩૧,૬૯,૩૩૩,(૬) શ્રી ગોરસર મોચા સેવા સહકારી મંડળી લિ.(પોરબંદર)ના૭ સભ્યોને ૪,૯૨,૯૫૬, (૭)શ્રી ઇન્દ્રોય સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૧૦ સભ્યોને ૧૩,૭૮,૯૬૩,(૮) શ્રી કાજલી સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૨૧ સભ્યોને ૧,૧,૬,૭૯,૦૦૦, (૯) શ્રી કાંસાબડ સેવા સહકારી મંડળી લિ.(પોરબંદર)ના ૧૫ સભ્યોના ૧૩,૧૭,૮૦૨,(૧૦) શ્રી ખીલાવડ સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૮ સભ્યોના ૨,૮૦,૧૮,૯૦૦,(૧૧)શ્રી મોડદર સેવા સહકારી મંડળી લિ.(પોરબંદર) ના ૧૧ સભ્યોના ૧,૧૨,૪૮,૪૮૯, (૧૨)શ્રી પ્રાથમિક કૃષિ સેવા સહકારી મંડળી લિ.નાંદરખી( જૂનાગઢ)ના ૫ સભ્યોના ૨,૪૮,૮૩૧, (૧૩) શ્રી સણોસરી સેવા સહકારી મંડળી લિ.(ગિર સોમનાથ)ના ૮ સભ્યોના ૭,૪૮,૦૦, (૧૪) શ્રી ટિનમસ સેવા સહકારી મંડળી (જૂનાગઢ)ના ૧૦ સભ્યોના ૭૯,૫૧,૯૭૯ અને (૧૫) શ્રી વિરોદર સેવા સહકારી મંડળી લિ.( ગિર સોમનાથ)ના ૧૨ સભ્યોના ૫૩,૩૧,૯૮૧ બાકી છે. આમ, કુલ ૧૫ સહકારી મંડળીના ૧૫૨ સભ્યોના ૮,૨૪,૪૭,૫૧૩ રૂપિયા બાકી હોય નોટિસ પાઠવાઇ છે.
શું કહે છે ચેરમેન?
૫ થી લઇને ૧૦ વર્ષ સુધીનું લેણું બાકી છે. અત્યાર સુધી કોઇએ નોટિસ આપી નોતી. અમે હવે નોટિસ ઇશ્યુ કરી છે. બાકી પૈસા ભરવા માટે તાકીદ કરાઇ છે. જાે નિયત સમય મર્યાદામાં નાણાં ભરવામાં નહિ આવે તો નિયમાનુસાર આગળની કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેમ ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું છે.

error: Content is protected !!