ચોમાસાની દસ્તક : બે દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાના હવામાનમાં ભારે પલ્ટો આવશે : વાવાઝોડું ફુંકાવાની આગાહી

0

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી સાથે તંત્ર સાબદુ

ચોમાસું દરવાજે ટકોરા દઈ રહ્યું છે અને ચોમાસાના દસ્તક અનુસાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જયારે જૂનાગઢ સહિત રાજયભરમાં ચોમાસાને લઈને ભારે વંટોળ, વાવાઝોડાને પગલે સાવચેતીના પગલા અંગે એલર્ટ જારી કરવામાં આવેલ છે. એક તરફ નૈઋત્ય ચોમાસું બે દિવસથી ગતીશીલ બન્યું છે અને કેરળ તરફ આગળ વધ્યું છે. બીજી તરફ વેસ્ટન ડીસ્ટર્બન્સની સાથે દક્ષીણ-પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સકર્યુલેશનથી હવામાનમાં મોટા ફેરફાર તોડાઈ રહ્યા છે. આજથી તા.પ જુન સુધી રાજયમાં ૪૦ થી પ૦ કિલોમીટરની ઝડપે વંટોળીયો ફુંકાવાની તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડુ સર્જાવવાની શયકતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સુત્રોએ દર્શાવી છે. સૌરાષ્ટ્રમાં નવલખી, જામનગર, ઓખા, પોરબંદર, સલાયા ઉપરાંત કચ્છના માંડવી, જખો, ન્યુ કંડલા સહિતના બંદરોએ દરિયો નહી ખેડવા માછીમારોને ચેતવણી અપાઈ છે. એકંદરે સૌરાષ્ટ્રના દરિયાના હવામાનમાં બે દિવસમાં પલ્ટો આવવાની શકયતા છે ત્યારે ચેતવણીની આલબેલ પોકારવામાં આવી છે.

error: Content is protected !!