ખંભાળિયા શહેરમાં વિતરણ થતું પાણી ડહોળુ : નગરજનોમાં કચવાટ

0

ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી ડહોળુ હોવા અંગેની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. ખંભાળિયા શહેરને પાણી પૂરૂ પાડતા ઘી ડેમની સપાટી હાલ તળિયે છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું પાણી ડહોળું અંગેની વ્યાપક ફરિયાદો નગરજનોમાં ઊઠવા પામી છે. શહેરમાં હાલ એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. ત્યારે કેટલાક દિવસોથી કોઈ કારણોસર આ પાણી ચોખ્ખું ન મળતું હોવાથી લોકોમાં રોગચાળાનો ભય જાેવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ન વકરે તે હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે ગંભીરતાપૂર્વક કામગીરી કરી અને ક્લોરીનેશન તથા ફિલ્ટર અંગે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે.

error: Content is protected !!