Tuesday, September 26

કેશોદમાં લગ્ન કરાવી દેવા દબાણ કરી ફોટો વાયરલ કરવાની ધમકી સાથે માંગણી કરી

0

કેશોદમાં બનેલા એક બનાવમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને લગ્ન કરાવી દેવાનું દબાણ કરી અને યુવતીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી રૂા.૧૦ લાખની રકમની માંગણી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ ખાતે રહેતા શિવાંગીબેન દેવાણીએ ચિરાગ જીતુભાઈ કારીયા વિરૂધ્ધ નોંધાવેલફરિયાદમાં જણાવેલ છે કે, આ કામનાં આરોપી અને ફરિયાદી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંને ફોનમાં વાતો કરતા હોય ત્યારે આ કામના આરોપીએ ફરિયાદી ઉપર શંકાકુશંકા કરતા ફરિયાદીએ સંબંધ રાખવાની ના પાડતા ફરિયાદીને આરોપીએ બિભત્સ શબ્દો કહી રૂબરૂ મળી અને ઢીકાપાટુનો માર મારી તેમજ ફરિયાદીનો ફોટો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીના પરિવારના સભ્યોને લગ્ન કરાવી દેવા દબાણ કરી તેમજ રૂા.૧૦ લાખની માંગણી કરી અને ફરિયાદી યુવતીની પાછળ-પાછળ જઈ પીછો કરી છેડતી કરી અને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવ અંગે કેશોદના પીએસઆઈ પી.કે. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

error: Content is protected !!