સ્વ. ધારાબેન કડીવારને ન્યાય અપાવવા માટે જૂનાગઢમાં સમસ્ત કોળી સમાજ દ્વારા આવતીકાલે અગત્યની બેઠક

0

ધારાબેનના હત્યારાઓને કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે સરકાર પાસે રજુઆત કરાશેે

જૂનાગઢ સમસ્ત કોળી સમાજની દિકરી સ્વ. ધારાબેન કડીવારને ન્યાય અપાવવા માટે સમસ્ત કોળી સમાજ દ્વારા આવતીકાલે એટલે કે રવિવારે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી રહી છે. ન્યુ બેસ્ટ ઈગ્લીશ સ્કુલ જાેષીપરા જૂનાગઢ ખાતે કોળી સમાજના મુખ્ય આગેવાનોની બેઠક આવતીકાલ તા.૪-૬-ર૦ર૩ રવિવારના રોજ સાંજે ૪ઃ૩૦ થી પઃ૩૦ સુધી રાખવામાં આવશે અને આ બેઠકમાં કાળુભાઈ કડીવાર, જેઠાભાઈ જાેરા, મનદીપભાઈ મકવાણા, બટુકભાઈ મકવાણા, પંકજભાઈ ભરડા, અશોકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળીયા, જીતેન્દ્ર રાનેરા, મોહનભાઈ માંડવીયા, કે.ડી. સગારકા, વાલજીભાઈ મેર, કાનાભાઈ ઘરસંડા, કાનાભાઈ ચૌહાણ, સમજુભાઈ સોલંકી વિગેરે સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. આવતીકાલે યોજાનારી આ બેઠકમાં વિવિધ ચર્ચા અને નીર્ણયો કરવામાં આવશે. આ અંગે એક આવેદનપત્ર પણ આગેવાનો દ્વારા પાઠવવામાં આવેલ છે. ખાસ કરીને જૂનાગઢ સમસ્ત કોળી સમાજની દિકરી સ્વ. ધારાબેન કડીવારને ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી રહી છે અને તેમાં કેસની ટ્રાયલ ઝડપી ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવે, ધારાબેન કડીવારના કેસની ટ્રાયલ ચલાવવા માટે સરકારી વકિલની અલગથી નિમણુંક કરવામાં આવે, આરોપી સુરજ ભુવા અને તેની ગેંગના શીકંજામાં આવેલ અંધશ્રધ્ધાથી ફસાઈ ગયેલા લોકો જે આ ગેંગના ભયના કારણે બહાર આવેલા નથી તેવા પિડીત લોકોને પોલીસ રક્ષણ આપી આ ગેંગ દ્વારા રાજયમાં કેટલા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની તપાસ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીની નિમણુંક કરી વિજીલન્સ ટીમ દ્વારા તમામ ગુનાઓનો પર્દાફાસ કરી આ ગેંગ દ્વારા ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવામાં આવે, ધારાબેનના હત્યાઓને કડક સજા કરવામાં આવે તેવી માંગણી સમસ્ત કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અને આવતીકાલે મુખ્ય આગેવાનો જે બેઠક યોજવામાં આવી રહી છે તેમાં આ માંગણીઓ સરકાર પાસે પહોંચાડવા બાબતની ચર્ચા કરવામાં આવશે અને આ બેઠકમાં સમસ્ત કોળી સમાજના આગેવાનોને ખાસ ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!