માત્ર ૨ રૂપિયા ભરો અને કોડીનારમાં ફરોના સ્લોગન સાથે પાંચ એસી સીટી બસ લોકાર્પણ કરાઈ

0

મોંઘવારીના યુગમાં મધ્યમ વર્ગની મુસાફરીમાં રાહત અપવના હેતુથી સેવા શરૂ કરાઈ

ગીર-સોમનાથની કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે નવી પાંચ મીની એ.સી. સીટી બસ સેવા શરૂ કરાઈ છે. મારૂતિની નવી ઈકો સ્ટાર એ.સી. ગાડીઓને સીટી બસ તરીકે લોકાર્પિત કરવામાં આવી. બે રૂપિયા ભરો અને કોડીનારમાં ફરોના સ્લોગન સાથે કોડીનાર ખાતે નવી પાંચ મીની સીટી બસ સેવાનો પ્રારંભ થયો. સાવ નજીવી કિંમતે માત્ર ૨ રૂપિયામાં ૮ કિલોમીટરના અંતરે સમયાંતરે આ બસ ફરશે જેમાં જીન પ્લોટ વિસ્તારથી લઈને ઉનાઝાંપા, જાનબાઈ મંદિર, આંબેડકર ચોક, છારા ઝાંપા, અજંતા ચોક, ફિશ માર્કેટ પાણી દરવાજા થઈને સરદારનગર સુધી માત્ર ૨ રૂપિયામાં આ બસ શહેરીજનોને લઈ જશે તથા એજ રૂટ ઉપર પાછા લાવશે. સવારે ૭ થી સાંજના ૭ સુધી આ મીની સીટી બસ સતત શહેરી વિસ્તારમાં ફરતી રહેશે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને સોસાયટી વિસ્તારના રહીશોને આ સિટિ બસથી વિશેષ લાભ રહેશે. અન્ય ખાનગી વાહનોનું ભાડું એક તરફા ૧૦ રૂપિયા જેટલું મિનિમમ છે તેની સામે આ સીટી બસ વરદાન રૂપ સાબિત થશે. દરેક વર્ગને પોષાય તેવું ન્યૂનતમ માત્ર બે રૂપિયા જેટલી જ આ બસમાં સફર કરવાની ટીકીટ છે. સમગ્ર ગુજરાતમાં સૌથી નીચી કિંમતે આ બસ ચલાવવામાં આવી રહી છે.
કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર વિનોદભાઈ સી. રાઠોડે પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની યોજના અનુસાર ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મંજૂરી મળ્યા બાદ કોડીનારના નગરજનો માટે મારૂતિ કંપનીની પાંચ નવી એ.સી. યુક્ત ઈકો સ્ટાર ગાડી સીટી બસ તરીકે ઉપલબ્ધ બની છે. જેના ડ્રાઈવર અને કંડકટર પણ નિયુક્ત થઈ ગયા છે. આજથી જ આ બસની સેવા ચાલુ થઈ ગઈ છે. ખાસ વાત તો એ છે કે આઠ પેસેન્જરની ક્ષમતા ધરાવતી આ મીની બસ માત્ર રૂપિયા બે મા આઠ કિલોમીટર સુધી લોકોને લઈ જશે અને લાવશે. મેઇન્ટનન્સ દરમ્યાન રિઝર્વ બસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. કોડીનાર નગરપાલિકાની એક ખાસિયત રહી છે કે તે લોકોને ન્યૂનતમ ખર્ચમાં મહત્તમ સુવિધા પૂરી પાડે છે.
ચેમ્બર ઓફ કોમર્સ-કોડીનારના પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણીએ નગરપાલિકાનાં આ કાર્યને આવકારી અને આ સેવાથી લોકોના નાણાંનો બચાવ થશે.

error: Content is protected !!