માંગરોળના બે મુસ્લિમ મિત્રોનું ચોરવાડ ખાતે કાર અકસ્માતમાં મોત ” બે ગંભીર

0

માંગરોળ બે હોનહાર યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા મુસ્લિમ સમાજ શોકમય : આજે નિશાળો બંધ રાખી દુઃખ વ્યક્ત કરાયું

માંગરોળ નજીક ચોરવાડ પાસે ફોર વ્હીલનું અકસ્માત થતા માંગરોળના બે મુસ્લિમ યુવકના મોત જ્યારે બેની હાલત ગંભીર છે. શહેરના ગુલાબી મિજાજના હોનહાર બે યુવાનોના કાળભર્યા અકસ્માતમાં મોત નિપજતા માંગરોળ શહેર સ્તબ્ધત થઈ ગયું છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે માંગરોળના ચાર મુસ્લિમ યુવા મિત્રો કપડાની ખરીદી કરવા માટે ફોર વ્હીલ લઈને વેરાવળ નિકાળીયા હતા. માંગરોળથી ૧૮ કીમી દૂર ચોરવાડ બાઈપાસ નજીક સામેથી અચાનક પ્યાગો રીક્ષા આવી જતા તેને બચાવવા ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરીણામે કાર રોડ ઉપરના ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અને કારની પાછળના ભાગે બેસેલા ફારૂક સાહેબ જેઠવા હમાલ અને રીઝવાન ખાદીમને ગંભીર ઇજા થતા રીઝવાન ખાદીમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફારૂક સાહેબ હમાલને તાત્કાલિક કેશોદ લઇને દોડી ગયેલા પરંતુ તેમનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આગળ બેસેલા અમીન ખાદીમ અને અબ્બાસ ઝાગા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને આ લખાય રહ્યું છે ત્યારે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે તેઓની હાલત હાલ સ્થિર છે. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. માંગરોળના ચારેય મુસ્લિમ યુવકોની શહેરના હોનહાર યુવાનોમાં ગણના થતી હતી. ફારૂકભાઈ હમાલ શેખપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે રીઝવાન ખાદીમ પણ માછલાના વેપારમાં સારી આવી પકડ ધરાવતા હતા. મુસ્લિમ સમાજના આ બંને યુવાનોના અકસ્માતમાં અચાનક મોતથી ગમગીનની છવાઈ ગઈ છે. ફારૂકભાઈ હમાલ સાહેબના વિરહમાં આજે માંગરોળમાં મોટા ભાગની સ્કૂલો રજા રાખી દુઃખ વ્યક્ત કર્યુ હતું.

error: Content is protected !!