એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે
જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી છે અને આગામી દિવસોમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા ઉપરકોટના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજીત ૮૦ કરોડ રૂપીયાના ખર્ચે આ ઐતિહાસીક વિરાસતને ભવ્ય જાજરમાનરૂપ આપવામાં આવેલ છે. અહીં આવનારા પ્રવાસીઓને ફરી-ફરીને જૂનાગઢ શહેરમાં આવવાનું મન થાય તેવો ભવ્ય ઉપરકોટનો આ ઐતિહાસીક કિલ્લો છે. રિનોવેશન થયા બાદ તેની ભવ્યતામાં ખુબ જ વધારો થયો છે ત્યારે આધારભુત સુત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી ર૦મી જુનના દિવસે તેમનો લોકાર્પણ સમારોહ યોજાઈ તેવી તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.