જૂનાગઢમાં રૂા.૩૯ હજારના મોબાઈલની થયેલ ચોરી

0

જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિસેથી બનેલા બનાવમાં રૂા.૩૯ હજારના મોબાઈલની ચોરી અંગેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જીગ્નેશ પ્રાણલાલ વ્યાસ(ઉ.વ.૪૪) રહે. નહેરૂ પાર્ક, નંદીગ્રામ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૧૦, જૂનાગઢએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના આરોપીએ ફરિયાદીનો મોબાઈલ ફોન વીવો વી-રપ બ્લુ ગોલ્ડન કલરનો જેમાં સરકારી સીમ કાર્ડ જેના નંબર ૭૦૧૬ર૩૧૯૩પ હોય જેની કિ.રૂા.૩૯,૦૦૦ હોય જેના આઈએમઆઈ નં.૯૬૬૮પ૧૯૦૬૭૬૦૪૮૯ર હોય જે કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીની નજર ચુકવી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાેષીપરાના શાંતેશ્વર વિસ્તારમાં અગાઉના મનદુઃખે હુમલો : ત્રણ સામે ફરિયાદ
જૂનાગઢના જાેષીપરા શાંતેશ્વર વિસ્તારમાં બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખે હુમલો થયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર રતીલાલ બાબુભાઈ ચીખલીયા(ઉ.વ.૪ર) રહે.જાેષીપરા, શાંતેશ્વેર શેરી નં-૧૦, જૂનાગઢવાળાએ પિયુષ રતીલાલ ચીખલીયા, અંકિત રતીલાલ ચીખલીયા, સાગર રતીલાલ ચીખલીયા વિગેરે સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી તથા આરોપીઓ પિતા-પુત્ર થતા હોય અને આરોપીઓએ ફરિયાદી સાથે લગ્ન બાબત તેમજ મીલકત બાબતે કેસ કરેલ હોય જે જુની વાતોનું મનદુઃખ રાખી આરોપી નંબર ૧ નાઓએ લોખંડનો પાઈપ ફરીયાદીના જમણા પગમાં મારી ઈજા કરી તથા આરોપી નં-રનાએ ફરિયાદીને છરી વડે તથા આરોપી નં-૩નાએ લાકડી વડે માર મારી ફરિયાદીને ઈજાઓ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. જેની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

જૂનાગઢમાં મહિલા પત્રકારના મોબાઈલની થયેલ ચોરી
જૂનાગઢ બહાઉદીન કોલેજ પાસે આવેલ મેદાનમાં રવીવારી ગુજરી બજારમાં મહિલા પત્રકારના મોબાઈલની ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર ચેતનાબેન હરસુખભાઈ રાવલ(ઉ.વ.૪૮) ધંધો.પત્રકાર રહે.દ્વારકેશ એપાર્ટમેન્ટ, વીઆઈ ટાવરની પાસે, ટીંબાવાડી બાયપાસ, જૂનાગઢ વાળાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, મહિલા પત્રકાર ચેતનાબેન રાવલનો એન્ડ્રોઈડ સેમસંગ કંપનીનો રૂા.ર૦ હાજરની કિંમતનો કોઈઅજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે સેન્ટીંગ કામની મજુરી બાબતે હુમલો : માર માર્યો
જૂનાગઢ તાલુકાના બગડુ ગામે રહેતા હિતેશભાઈ બાબુભાઈ વાઘેલા(ઉ.વ.રપ)એ રજાકભાઈ કુરેશી તેમજ અલ્તાફભાઈ કુરેશી રહે.બગડુ વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરિયાદી પોતાના ઘર પાસે હતા તે દરમ્યાન આ કામના આરોપી રજાકભાઈ કુરેશી તથા અલ્તાફભાઈ કુરેશી બંને જણા ફરિયાદીના ઘર પાસે આવી ફરિયાદીને કહેલ કે તું અમારે ત્યાં સેન્ટીંગના મજુરી કામે કેમ આવતો નથી તેમ કહેતા આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓને કહેલ કે મારે બીજે કામે જવાનું છે. તેમ કહેતા આ કામના આરોપીઓ આ કામના ફરિયાદીને જેમ ફાવે તેમ ભુડી ગાળો દેવા લાગેલ હોય જેથી ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા આ કામના આરોપી અલ્તાફભાઈએ તેની પાસેના લોખંડનો પાઈપ ફરિયાદીના ડાબા પગના સાથળમાં મારેલ હોય તેમજ આરોપી રજાકભાઈ તેની પાસેથી લાકડી વડે ફરિયાદીને વાસામાં તથા કમરના ભાગે તથા ખંભાના ભાગે માર મારી ગુનો કરી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે આ અંગે આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના સરસઈ ગામે વરલી મટકાના જુગાર અંગે દરોડો
વિસાવદર પોલીસે ગઈકાલે સરસઈ ગામેથી જુગાર અંગે દરોડો પાડતા વરલી મટકાના જુગાર અંગે ત્રણ શખ્સોને ઝડપી લઈ રૂા.૩૬૧૦ના મુદ્દામાલ જપ્ત કરેલ છે અને તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!