જૂનાગઢમાં ચોમાસાને અનુલક્ષીને પીજીવીસીએલ તંત્રનું લોક ફરીયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર

0

જૂનાગઢ પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને કોઇ પણ વીજવિક્ષેપ ન પડે તે માટે અને લાઇટ જતી રહે તે માટે શહેરી વિસ્તારના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેનો સંપર્ક કરવાથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કામગીરી કરી મુશ્કેલી દૂર કરવામાં આવશે. આ અંગે પીજીવીસીએલ વર્તુળ કચેરી અધિક્ષક ઇજનેર પાસેથી મળતી વિગત અનુસાર ચોમાસા દરમ્યાન ઠેર- ઠેર વીજ વિક્ષેપ આવતા હોય છે. ઘણા વિસ્તારમાં લાઇટ જતી રહેતી હોય, ઘણીવાર વધારે પવનના કારણે કોઇ તાર, વાયર તૂટી ગયા હોય, વાવાઝોડા જેવી સ્થિતીમાં કોઇ ફીડરમાં સ્પાર્ક થતા જે-તે વિસ્તારમાં ચોમાસા દરમ્યાન વિવિધ પ્રકારની લોકોને મુશ્કેલી પડતી હોય છે. જેને લઇને જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા શહેરી વિસ્તારના લોકોને વીજવિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ તરફથી વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરના નંબરની યાદી જાહેર કરાઇ છે. જેમાં પીજીવીસીએલના કમ્પ્લેઇન માટે ૨૪ કલાક કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ જાહેર કરાયા છે. તેમજ વ્હોટસ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ જાહેર કરાયા છે.
શહેર વિભાગીય કચેરી માટેના ફોલ્ટ સેન્ટરના નંબરની યાદી
જૂનાગઢ શહેરી લોકો માટે કોઇપણ ફોલ્ટ થાય તે જણાવા માટે કચેરીના પેટા વિભાગમાં ફોલ્ટ સેન્ટર લેન્ડલાઇન, મોબાઇલ નંબર જાહેર કરાયા છે. જેમાં સેન્ટ્રલ વિસ્તારમાં લેન્ડલાઇન નં. ૦૨૮૫ ૨૬૫૦૧૭૮, મોબાઇલ નં. ૯૬૮૭૬૩૩૭૪૧, ગાંધીગ્રામ વિસ્તારમાં લેન્ડલાઇન નં. ૦૨૮૫ ૨૬૩૫૮૭૮, ૦૨૮૫ ૨૬૩૫૦૯૫ તથા મોબાઇલ નં. ૯૬૮૭૬૩૩૭૪૩, જીઆઇડીસી વિસ્તારમાં લેન્ડલાઇન નં. ૦૨૮૫ ૨૬૫૧૧૩૨, ૦૨૮૫ ૨૬૫૦૬૧૭ તથા મોબાઇલ નં. ૯૬૮૭૬૩૩૭૪૨ અને સેટેલાઇટ વિસ્તાર માટે લેન્ડલાઇન નં. ૦૨૮૫ ૨૬૩૨૯૩૦, મોબાઇલ નં. ૯૬૮૭૬૩૩૭૪૫ છે.

error: Content is protected !!