કલ્યાણપુરના વીરપર ગામેથી ત્રણ ટ્રકમાં લઈ જવાતા ચોરીના બોકસાઈટનો જથ્થો પકડી પાડતી એલસીબી પોલીસ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા ગત મે માસ દરમ્યાન જુદી-જુદી ટીમ મારફતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન કલ્યાણપુર તાલુકામાંથી ચેકિંગ દરમિયાન પસાર થતા ત્રણ ટ્રકને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં લઈ જવામાં આવતા બોકસાઈટમાં અન્ય લીઝની રોયલ્ટી પાસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી આ ટ્રકમાંથી રૂપિયા દસ લાખની કિંમતના ૬૯ ટન બોક્સાઈટનો જથ્થો પોલીસે હાલ કબજે લઈ, અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. જે સંદર્ભે ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરાની રાહબરી હેઠળ એલ.સી.બી. પી.આઈ. અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલી ઝીણવટપૂર્વકની તપાસમાં અન્ય લુઝની રોયલ્ટીનો ઉપયોગ કરી અને આચરવામાં આવેલા કૌભાંડમાં ખનીજનું ખનન, ચોરી કરી અને વહન કરાવનારા વીરપર ગામના બે શખ્સો જગા પીઠાભાઈ કાંબરીયા અને ભાવેશ પીઠાભાઈ કાંબરીયાની અટકાયત કરી, જુદા જુદા પાંચ શખ્સો સામે માઇન્સ એન્ડ મિનરલ એક્ટ તેમજ આઈ.પી.સી.ની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વળપણ હેઠળ એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોક્સાઈટ જેવી કિંમતી ધાતુની ચોરીના દૂષણ ડામવા માટે ખાણ ખનીજ વિભાગ અને પોલીસના લાંબા સમયથી ચાલી રહેલા આ ગુપ્ત ઓપરેશનને અંજામ આપવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી જવા પામી છે.

error: Content is protected !!