વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

0

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતછ. આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શન દ્વારા દર વર્ષે દરીયાઈ કીનારાની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ વર્ષે પણ વિશ્વ મહાસાગર દિવસ નીમીતે ઓશન સોસાયટી ઓફ ઈન્ડીયા તથા દ્ગઝ્રઝ્રઇ, ચેન્નઈના સહયોગથી વેરાવળ ચોપાટી ઉપર સાફ-સફાઈ નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમા વેરાવળ-પાટણ નગરપાલિકાના પ્રમુખ પીયુષભાઈ ફોફંડી દ્વારા ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને સફાઈ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી. વેરાવળના દરિયા કિનારેથી અંદાજે ૮૫૦ કિલો કચરો એકઠો કરવામાં આવ્યો. જેમાં પ્લાસ્ટિક તેમજ થર્મોકોલનો કચરો મુખ્ય હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ફિશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડો. હીતેષ, ડો. પરમાર, ડો. બજાયણીયા, ડો. ટાંક, ડો. પ્રકાશ વગેરે જહેમત ઉઠાવેલ હતી.

error: Content is protected !!