વેરાવળની જે.કે. રામ કોલેજને નરસિંહ મહેતા યુની. દ્વારા પુનઃ જાેડાણ આપવામાં અપાયું

0

ગત વર્ષે માળખાકીય સુવિધાને લઈ જાેડાણ સ્થગિત કરવામાં આવેલ જેને લઈ કોલેજએ નવા સ્થળે વિશાળ જગ્યાએ બિલ્ડીંગમાં સુવિધા ઉપલબ્ધ કરાવી

વેરાવળની સ્વ.જે.કે.રામ આટર્સ એન્ડ કોમર્સ કોલેજનું સુવિધાના મુદે ગત વર્ષે યુનિવર્સિટીએ જાેડાણ રદ કર્યુ હતું. જે મામલે સંસ્થાએ યુજીસીના નિયમોનુસાર નવા સ્થળે સુવિધાઓ ઉભી કરી દીધી હતી. જેને ધ્યાને લઈ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ આગામી વર્ષ માટે કોલેજનું પુનઃ જાેડાણનો ર્નિણય લીધો છે. જેના પગલે ચાલુ શૈક્ષણિક વર્ષમાં સ્વ.જે.કે.રામ કોલેજમાં આટર્સ અને કોમર્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. તાજેતરમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં વેરાવળની સ્વ.જે.કે.રામ કોલેજની સંચાલિત અંજનેય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોલેજમાં ચાલતા આર્ટ્‌સ અને કોમર્સના અભ્યાસક્રમો માટે સ્થળ ફેરફાર અંગે અગાઉ અરજી કરેલ હતી. જે અંગે સ્થાનીક તપાસ સમિતિનો અહેવાલ વંચાણે લેવામાં આવ્યો હતો. જેમાં સંસ્થા દ્વારા વેરાવળ બાયપાસ હાઈવે ઉપર ફોનિક્સ સિનેમા સામે ૫ વિઘા જમીનમાં ૬૦ રૂમોની સુવિધા વાળું બિલ્ડીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી હોવાનું જણાવ્યું હતું. જેને ધ્યાને લઈ સ્વ.જે.કે.રામ કોલેજને પુનઃ જાેડાણ આપવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. જેથી ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે કોલેજમાં આર્ટ્‌સ અને કોમર્સ વિભાગના અભ્યાસ વર્ગો શરૂ થશે. જેથી છેલ્લા ૧૬ વર્ષથી ચાલતી પંથકની આ કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે તેમ સંચાલક રામશી રામએ જણાવ્યું છે.

error: Content is protected !!