Sunday, September 24

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે ડો. જીતુભાઈ ખુમાણની નિમણુંક

0

સમગ્ર વિશ્વમાં ૩૩ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજમાં જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર ડો . જીતુભાઈ ખુમાણ ની પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થાના મુખ્ય સંવર્ધક ગુજરાતના મુખ્યમંત્રી હોય છે અત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય સંવર્ધક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંસ્થામાં બાર વર્ષ સુધી મુખ્ય સંવર્ધક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. વિશ્વના ૧૨૫ દેશોમાં કાર્યરત આ સંસ્થા છે. આ સંસ્થાના પ્રમુખ તરીકે સી.કે. પટેલ પ્રશંસનીય સેવા આપી રહ્યા છે. તેમજ આ સંસ્થાના ગૌરવશાળી સભ્યો તરીકે ગૃહ મંત્રી અમિત શાહ, ધીરૂભાઈ અંબાણી, કોકીલાબેન અંબાણી, નિરમાના કરસનભાઈ પટેલ, સામ પિત્રોડા જેવા મહાનુભાવો આ સંસ્થાના ગૌરવશાળી સભ્યો તરીકે સેવાઓ આપી ચૂક્યા છે અને સેવાઓ આપે છે. પવરસભાઈ પટેલ અને આકાશભાઈ પટેલ અમદાવાદ જેવા યુથ વીંગના હોદ્દેદારો સક્રિય પણે પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. ૧૨૫ દેશોમાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થા છે. અત્યાર સુધીમાં ગુજરાતના ૧૨ પૂર્વ મુખ્યમંત્રીઓ આ સંસ્થાના મુખ્ય સંવર્ધક તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આવનારા સમયમાં જૂનાગઢ મહાનગરમાં અને જૂનાગઢ જિલ્લામાં વિશ્વ ગુજરાતી સમાજ યુથવીંગની રચના કરવામાં આવશે. સંગઠન બનાવવામાં આવશે અને તેમાં અનેક સમાજ શ્રેષ્ઠીઓને જાેડવામાં આવશે તેમ ડો. જીતુભાઈ ખુમાણની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!