શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ એક પત્ર પાઠવી પર્યાવરણને નુકશાન કરતું કોનાકાઈસ નામના વૃક્ષને બેન્ડ કરવા રજુઆત કરી હતી. પુ. ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં પર્યાવરણના અતિ નુકશાનકારક એક વૃક્ષ જેનું નામ છે કોનાકાઈસ જે ર૪ કલાક ઓકિસજન ખેંચે છે અને કાર્બન ડાયોકસાઈડ છોડે છે. એના ઉપર પક્ષી પણ માળો નથી બાંધતા અને પક્ષી બેસતા પણ નથી. એની હવાથી નાના બાળકો અને વૃધ્ધોને ફેફસા અને હૃદય રોગની બિમારીથી અંકિત થાય છે અને આ વૃક્ષ ઘણા દેશોની અંદર બેન્ડ છે. ત્યારે આ વૃક્ષને બેન્ડ કરવા રજુઆત કરી છે.