જૂનાગઢના દોલતપરા ગોપાલનગર ખાતે રહેતા નિલેશભાઈ નારણભાઈ હુણ(ઉ.વ.ર૯)એ ઈસુબ ડાડાભાઈ, અલ્તાફ ડાડાભાઈ, ડાડાભાઈ રહે.ત્રણેય દોલતપરા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧ પાસેથી પૈસા લીધેલ હોય જે પરત આપી દીધેલ હોય તેમ છતાં આરોપીઓ ફરિયાદીના વાડામાં આવી ફરિયાદી સુતા હતા ત્યારે આરોપીઓએ જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી ફરિયાદીને ડાબી આંખે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસાવદર પંથકમાં જુગાર દરોડો : છ ઝડપાયા
વિસાવદર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દુધાળાથી ખાભડા નેસ જવાના રસ્તે જુગાર અંગેની રેડ કરતા કુલ છ શખ્સોને રૂા.૧૦પ૬૦ના રોકડ મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા હાટીના પંથકમાં આર્થિક ભીસના કારણે ગળાફાંસો ખાધો
માળીયા હાટીના ખાતે રહેતા હરસુખનાથ વાસુનાથ નાથ(ઉ.વ.૩ર)ના બહેનને માનસીક બિમારીની દવા ચાલું હોય અને પોતાને કામધંધો બરાબર ચાલતો ન હોય અને ઘરની જવાબદારી પોતાની ઉપર હોય જેથી આર્થિક સંકડામણના કારણે તેઓએ પોતાની મેળે ગળાફાસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે માળીયા હાટીના પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ : ટ્રેકટરનું પતરાનું લેવલ કરવાનું સાધન માથે પડતા ઈજા : પ વર્ષના બાળકનું મૃત્યું
મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના મુળ મોઈ દાગેલી ગામના અને હાલ બામણાસા ઘેડ ખાતે રહેતા મોહિત સકરીયાભાઈ મૈડા(ઉ.વ.પ) ખેતરમાં ટ્રેકરના પતરાના લેવલ કરવાના સાધન સાથે રમતો હતો તે દરમ્યાન પતરાના લેવલ કરવાનું આ સાધન તેની માથે પડતા છાતી દબાઈ જવાના કારણે પાંચ વર્ષના બાળકનું મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ગળાફાંસો ખાધો : મૃત્યું
જાેષીપરાના આદિત્યનગર નવરંગ સ્કુલ પાસે રહેતા રાજેશભાઈ ઉર્ફે કાળુભાઈ કનુભાઈ રાઠોડ(ઉ.વ.૪૦)એ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસાણ તાલુકાના ચણાકા ગામે હુમલો : બે સામે ફરિયાદ
ભેંસાણ તાલુકાના ચણાકા ગામે હુમલાનો બનાવ બનેલ છે અને બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર ચણાકા ગામના મનસુખભાઈ વાલજીભાઈ ડોબરીયા(ઉ.વ.૪૬)એ વજુભાઈ કાનાભાઈ, બાબુભાઈ કાનાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીના ખેતરની બાજુમાં આ કામના આરોપી નં-૧નું ખેતર આવેલ હોય અને તેમના ખેતરનું પાણી ફરિયાદીના ખેતરમાં કાઢવાનો હક ના હોય અને આરોપી નં-૧ના ખેતરનું પાણી ફરિયાદીના ખેતરમાં આવતું હોય જેથી ફરિયાદી તેમના ખેતરમાં પાળો કરતો હોય તે દરમ્યાન બંને આરોપીઓ આવી ફરિયાદીને ધક્કો મારી પછાડી દઈ ભુંડી ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી અમારા ખેતરનું પાણી તારા ખેતરમાં જ આવશે અને હવે પાળો કર્યો તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી આરોપી નં-૧ વાળએ છુટા પથ્થરનો ઘા ફરિયાદીના માથામાં મારી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર તાલુકાના પીપલાણા નજીક અગાઉના મનદુઃખ સબબ લોખંડના પાઈપ, કુહાડી વડે હુમલો
માણાવદર તાલુકાના પીપલાણા ગામે રહેતા હાર્દિકભાઈ વરજાંગભાઈ હેરભા આહિર(ઉ.વ.ર૪)એ નોધાભાઈ સીયાભાઈ, કમાભાઈ અમરાભાઈ ભારાઈ રહે.પીપલાણા તથા ત્રણ અજાણ્યા મોટરસાઈકલ ચાલક વિગેરે સામે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓએ આ કામના ફરિયાદીને આરોપી સાથે અગાઉના મનદુઃખના કારણે તેમજ ફરિયાદી સાહેદ રાહુલ ચના ભારાઈના મીત્ર હોય અને તેની સાથે ફરતો હોય અને આરોપીઓને આ રાહુલ સાથે અગાઉ ઝઘડો થયેલ હોય અને જેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી જેમાં આરોપી નં-૧ તથા રનાઓએ તેમની ફોરવ્હીલ સ્કોર્પીયો ગાડી ફરિયાદીની અલ્ટો ગાડી સાથે ભટકાવી આરોપીઓએ લોખંડના પાઈપ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથિયારોથી ફરિયાદીને હાથપગ તથા શરીરે માર મારી ભુંડી ગાળો આપી તથા અજાણ્યા ત્રણ મોટરસાઈકલ ચાલક આરોપીઓએ ફરિયાદીની અલ્ટો કારમાં લોખંડના પાઈપથી તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.