જૂનાગઢની ઇલેક્ટ્રોનિક એજન્સીમાં વીજ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું, મીટર ધીમુ ચાલતુ હોવાથી ઉતારી લેવાયું

0

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સામે આવેલ સાંકેત ઇન્ડિયા નામની ઇલેકટ્રીક આઇટમોની એજન્સીમાં પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને મિટર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં મિટર ૮૦થી ૮૫ ટકા જેટલું સ્લો ચાલતું હોવાનું જણાતા મિટર ઉતારી લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલી દેવાયું છે. હવે તેનો રિપોર્ટર આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે પીજીવીસીએલના સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર બી.ડી. પરમારે જણાવ્યું હતું કે,સાંકેત ઇન્ડિયામાં લોડ કરતા કન્ઝપ્શન ઓછું આવતું હોવાની શંકા જતા પીજીવીસીએલની ટીમ દ્વારા મિટર ચેકીંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમ્યાન મિટર ૮૦થી ૮૫ ટકા જેટલું સ્લો ચાલતું હોવાનું જણાયું હતું. બાદમાં આ મિટરને ઉતારી લઇ ચેકીંગ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયું છે.હવે મિટર સ્લો છે કે સ્લો કરવામાં આવ્યું છે તે જાણી રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. દરમિયાન કેટલા સમયથી મિટર સ્લો ચાલતું હતું તેવા પ્રશ્નના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, એમઆરઆઇ થયા બાદ તે અંગે જાણકારી મળશે. જ્યારે મિટર રિડરને ઓછા યુનિટ જણાય તો શંકા ન જાગે? તેવા સવાલના જવાબમાં જણાવાયું હતું કે, મિટર રિડરનું કામ માત્ર મિટરના યુનિટના રિડીંગ લેવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્વામિનારાયણ મંદિરના મિટરમાં પણ વપરાયેલ યુનિટ લખવામાં ભૂલ રાખી દેવાઇ હતી અને બાદમાં ૧૩ લાખનું પૂરક બિલ અપાયું હતું. ત્યારે આ બનાવમાં શું થાય છે તે અંગે મીટ મંડાયેલી છે.

error: Content is protected !!