જૂનાગઢની જાણીતી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થાના ગડબડ ગોટાડાનું મસમોટું કૌભાંડ બહાર આવતા શિક્ષણ જગતમાં ચકચાર

0

ગ્રાન્ટેડમાંથી ખાનગી શાળાઓમાં છાત્રાઓને ખસેડવા માટે હિલચાલની સામે ભારે મોટો વિવાદ : આજે ભવનાથ ખાતે આ બાબતે મળી રહેલ બેઠક

શિક્ષણ ક્ષેત્રે હબ ગણાતા જૂનાગઢમાં કોઈએ કલ્પના ન કરી હોય તેવું કૌભાંડ એક જાણીતી સંસ્થાનું બહાર આવેલ છે. જૂનાગઢના અને સૌરાષ્ટ્ર વિસ્તારના પણ અગ્રણી કેળવણીકાર અને લેઉવા પટેલ સમાજના મોભી એવા સ્વ. ડો. હરીભાઈ ગોધાણીએ શૈક્ષણિક સંસ્થાનું આજથી ત્રણ દાયકા પહેલા નિર્માણ કર્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતીકારી કાર્ય કરી અને સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ નામની કન્યા કેળવણીની સંસ્થાને વટવૃક્ષ બનાવી દીધેલ અને તેની ખ્યાતી ચારે તરફ પ્રસરી ગઈ છે. ડો. હરીભાઈ ગોધાણીના સ્વર્ગવાસ બાદ આ સંસ્થામાં હાલ જુદા-જુદા પદાધિકારીઓ શૈક્ષણિક સંકુલની વહિવટ અને કારોબાર સંભાળી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ સમાજ તેમજ આ સંકુલમાં અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓ અને તેના વાલીઓને આચકારૂપ બાબત એક કૌભાંડ બહાર આવેલ છે. ગ્રાન્ટેડ શાળામાંથી ખાનગી શાળામાં છાત્રાઓને ખસેડવાનું જબરજસ્ત કારસતાન બહાર આવ્યું છે અને ૯૦૦ જેવા લીવીંગ સર્ટીફીકેટો મળી આવ્યા છે અને આ સંસ્થાનો વિવાદ જનતા સમક્ષ આવ્યો છે ત્યારે જૂનાગઢ અને સૌરાષ્ટ્રભરના શૈક્ષણિક જગતમાં ભારે ચર્ચાસ્પદ બાબત બની છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢના જાેષીપરામાં ચાલતી શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ નામની કન્યા કેળવણીની સંસ્થાને જે તે સમયે પટેલ સમાજની દીકરીઓ ઓછા ખર્ચે જૂનાગઢ આવીને અભ્યાસ કરે તેવો હેતુ હતો. સંસ્થાના સ્થાપક ડો. સ્વ હરિભાઈ ગોધાણીએ એક એવી શૈક્ષણિક સંસ્થા ઉભી કરી જે અન્ય જ્ઞાતિના લોકો માટે પણ આદર્શ બની ગઈ. આ સંકુલમાં કુલ ૩૩ વર્ગો ગ્રાન્ટેડ હતા જે હવે માત્ર ૧૮ રહ્યા છે. આ વર્ગો બંધ થવા પાછળ ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરીને બંધ કરાવાયા છે. જેમાંથી અંદાજે ૯૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ જે આ જ સંકુલમાં સરકારના ખર્ચે અભ્યાસ કરતી હતી તે ર્સ્વનિભર શાળામાં મોકલી દેવામાં આવી છે. ખાસ કરીને ચેરમેન જે. કે. ઠેસીયા પોતે જ આ વર્ગો બંધ થાય તેના પક્ષમાં હતા. કારણ કે જાે આ સંકુલમાં ર્સ્વનિભર શાળાના વર્ગો ચાલુ થાય તો પોતાનો સ્વાર્થ સાધી શકાય અથવા તો છૂપો કોઈ એજન્ડાએ પણ હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે, સંકુલની ૨૦૧ વિદ્યાર્થીનીઓના લિવિંગ સર્ટિફિકેટ તો ર્સ્વનિભર શાળાના આચાર્ય ઉદય હિરપરા પોતાની સહીથી કાઢીને લઇ ગયા હતા તેના માટે ટ્રસ્ટીઓનું દબાણ પણ હતું. સંસ્થામાં સરકારી ખર્ચે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સંખ્યા જે ૨ હજાર ઉપરની હતી તેમાંથી ૯૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ હાલ તગડી ફી આપીને આ જ સંકુલમાં અભ્યાસ કરી રહી છે. જે વિદ્યાર્થીનીઓ ર્સ્વનિભર શાળામાં નથી ગઈ તેની સામે હોસ્ટેલમાં રહેતી હોય ત્યારે ઓરમાયું વર્તન કરીને આજે પણ પરેશાન કરવામાં આવી રહી હોવાનું ટ્રસ્ટના જ લોકો કહી રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી ભાવેશભાઈ વેકરીયા અને અશ્વિનભાઈ બોરડે જણાવ્યું હતું કે,જે. કે. ઠેસીયાએ સંસ્થાને પોતાની પેઢીની જેમ ચલાવીને સમાજને ખુબ મોટું નુકશાન કર્યું છે. સ્વ. ડો. હરિભાઈ પટેલ આ સંસ્થાને અંદાજે રૂા. ૧૫ કરોડ જેવી રકમ તો ફિક્સ ડિપોઝીટ કરીને આપી હતી જેનો હિસાબ મળતો નથી. પટેલ સમાજના યુવાનોએ સમાજની એક બેઠક આજે ભવનાથમાં બોલાવી છે. આ બેઠકમાં વિવિધ મુદ્દાની ચર્ચા થશે તેમ મનાઈ છે.

error: Content is protected !!