Sunday, September 24

શ્રી લોહાણા પરિષદના અધ્યક્ષએ પ્રભાવ વેવિશાળ કેન્દ્રની શુભેચ્છા મુલાકાત લીધી

0

શ્રી લોહાણા મહા પરિષદના અધ્યક્ષ રશ્મિબેન વિઠલાણી પ્રભાવ વેવિશાળ કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે શુક્રવારે તારીખ ૨ના રોજ આવ્યા હતા. સમગ્ર રઘુવંશી સમાજના હોનહાર ડાયનેમિક પર્સનાલિટી ધરાવતા જૂનાગઢના દીકરી એવા રશ્મિબેન જૂનાગઢમાં આવીને રાયજી નગર ખાતે પ્રભાવ વેવિશાળ કેન્દ્રમાં મુલાકાત લીધેલી ચેતનાબેન મિશ્રાણીની તથા રઘુવંશી સખી સહિયર વૃંદના તમામ હોદ્દેદારોએ તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું કુમકુમ તિલક તથા પુષ્પવૃષ્ટિ દ્વારા નવા જવામાં આવ્યા અરસપરસ મોં મીઠા કરાવી તથા સંસ્થા દ્વારા થતી વિવિધ સેવાની માહિતી અનીલાબેન બથીયા દ્વારા આપવામાં આવી સંગઠનની ભાવનાથી થતા હજારો વેવિશાળોની પ્રવૃતિને બિરદાવવામાં આવેલી સંસ્થા દ્વારા થતા નિઃશુલ્ક ચોપડા વિતરણના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રશ્મિબેન વિઠલાણી દ્વારા કરવામાં આવેલ રઘુવંશી ધ્વજ વંદન કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. લોહાણા મહા પરિષદ ના મહિલા વિંગ દ્વારા થતા કાર્યોની વિસ્તૃત માહિતી આપી પર્યાવરણ નાજતન તે વિશે વક્તવ્ય આપવામાં આવેલબહેનોને દરેક ક્ષેત્રે આગળ આવવા માટે અનુરોધ કરવામાં આવે સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમની સફળ બનાવવા કનકબેન રૂપારેલીયા, હીરવાબેન, શ્વેતાબેન, ભાવનાબેન અઢીયા, રેખાબેન ગોટેચા, આરતીબેન કારીયાએ વગેરેએ જહેમત ઉઠાવી પૂજાબેન કારીયાએ હાજરી આપેલ તથા રશ્મિબેન વિઠલાણી તેમજ ચેતનાબેન મિશ્રાણી અરસ પરસ મુવમેન્ટો આપી અભિવાદન કરેલ.

error: Content is protected !!