વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે ચાર ઈંચ સુધી વરસાદ

0

ખંભાળિયામાં ચાર, ભાણવડમાં પોણા ચાર, કલ્યાણપુરમાં અઢી ઈંચ વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજાેય વાવાઝોડાના પગરવ સંભળાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે તેજ ફૂકાતા પવન સાથે ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં અવીરત રીતે વરસાદ વરસ્યો હતો. આજે સવાર સુધી જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં વરસાદી પાણી વરસ્યા છે. આ સાથે જુદા જુદા વિસ્તારોમાં થોડા ઘણા અંશે ખાના ખરાબી પણ જાેવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે ગઈકાલે વરસાદનું આગમન થયું હતું. બપોરે તેમજ સાંજે હળવા ઝાપટા બાદ ગત રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે ૮ઃ૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ખંભાળિયામાં ચાર ઈંચ (૧૦૩ મિલિમિટર), ભાણવડમાં પોણા ચાર ઈંચ (૯૨ મિલિમિટર), કલ્યાણપુરમાં અઢી ઈંચ (૬૧ મિલિમિટર) અને દ્વારકામાં અડધો ઈંચ (૧૪ મિલિમિટર) વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ધીમીધારે આવીરત વરસેલો આ વરસાદ ખેતરો માટે ફાયદાકારક અને વાવણી લાયક મનાઈ છે. આજે સવારથી વાદળોની આવન જાવન વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વરસાદના પગલે થોડો સમય હતો પણ ખોવાઈ ગયો હતો. મીની વાવાઝોડા જેવા પવન તેમજ સાથે વસેલા વરસાદના કારણે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાના બનાવો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા શહેરમાં મોરલી મંદિર પાસે આવેલા એક વિપ્ર આસામીનું જૂનું મકાન તેમજ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક કાચું મકાન પડી ગયું હોવાનું જાહેર થયું છે. ખંભાળિયા તાલુકાના કોટા ગામે ભારે પવનના કારણે એક વાડીના મકાન ઉપરના પતરા ઉડી ગયા હતા. ખંભાળિયા તાલુકાના પીર લાખાસાર ગામે પણ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને તંત્ર દ્વારા સ્થાનિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે આવેલી એક નદીના કાંઠે કેટલાક આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવતા ૩૫ ઘરમાં પાણી ભરાવાની સંભાવના પણ તંત્ર સમક્ષ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા પૂર્વે ભાણવડ તાલુકાના જામપર ગામે છેલ્લા ત્રણેક દિવસથી વીજ પુરવઠો ખોવાઈ જતા ગ્રામજનો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. આમ, વાવાઝોડા પૂર્વે હાલાકી ભર્યો માહોલ જાેવા મળી રહ્યો છે. જે સામે તંત્ર પણ હાલ એક્શન મોડમાં આવી ગયું છે.

error: Content is protected !!